અમરેલી

દામનગર શહેર માં ૧૨ થી ૧૪ વર્ષ ની વયના ૧૫૦ થી બાળકો ને થી વધારે કોરોના વેકસીન ના ડોઝ અપાયા

દામનગર શહેર ની નર્મદાબેન મધવરાય સવાણી પ્રાથમિક શાળા માં સરકાર શ્રી દ્વારા વેક્સીનનુ પ્રારંભ કરવામા આવ્યો. ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જરખીયા ના માર્ગદર્શન હેઠળ દામનગર શહેર માં ૧૨  થી ૧૪ વર્ષ ની વયના વિદ્યાર્થીઓને કોવિડ વેક્સીન આપવાના અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે શાળા ના તમામ શિક્ષકગણ  નગર પાલિકા પ્રમુખ પ્રિતેશભાઈ નારોલ તેમજ નગર પાલિકા સદસ્ય હાજર રહેલ હતા.સવાણી પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી લાભેશભાઈ રાછીયા એ દીપપ્રાગટ્ય કરી વેક્સિન નો શુભ આરંભ કરેલ હતો.તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જરખિયા મેડિકલ ઓફિસર ડો.  શીતલબેન આર રાઠોડ તેમજ તમામ આરોગ્ય કર્મચારી ઓ ના સહયોગ થી દામનગર ની સવાણી પ્રાથમિક શાળા માં આજે ૧૫૦ થી વધુ વિદ્યાર્થી ઓનું વેક્સિન થયેલ તેમજ શાળા માં વેક્સિન લેતા વિદ્યાર્થી ઓમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Related Posts