દામનગર શહેર, લાઠી શહેર–લાઠી તાલુકો,બાબરા શહેર, બાબરા તાલુકા ભાજપની મંડલ કારોબારી બેઠકો યોજાઈ
પ્રદેશ ભાજપ સુચના અનુસાર જિ૬ત્સિલા ભાજપની કારોબારી યોજાઈ ગયા બાદ તા.૦૯ થી ૧૩ જુલાઈ સુધીજિલ્લા નાં તમામ મંડલોમાં મંડલ કારોબારીની બેઠકો યોજાશે જેમા ગઈ કાલે દામનગર શહેર, લાઠી શહેર, લાઠી તાલુકો બાબરા શહેર અને બાબરા તાલુકા ભાજપ મંડલ કારોબારી બેઠકનું આયોજન
કરવામાં આવેલ હતું. આ બેઠક દરમ્યાન સરકારની કોવિડ –૧૯ની ગાઈડ લાઈનનુંચુસ્ત પણે પાલન કરવામાં આવેલ હતું.
આ મંડલ કારોબારીમાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, જિ૬ત્સિલાભાજપ સંગઠન પ્રભારી સુરેશભાઈ ગોધાણી હાજર રહયા હતા.
સાથો સાથ ભુરખીયા, લાઠી માર્કેટિંગ યાર્ડ ચાવંડ ખાતે વૃક્ષ રોપણનો કાર્યક્રમ પણકરવામાં આવેલ. આ તકે જિ૬ત્સિલા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાની ઉપસ્થિતીમાં
ઉપરોકત મંડલ કારોબારી બેઠકોમાં કોરોના કાળમાં ભારતીય જનતાપાર્ટીના કાર્યકરો , કે સ્નેહીજન જે અવસાન પામ્યા છે
તેનો શોક ઠરાવ રજુકરેલ. તેમજ રાજકીય ઠરાવને રજુ કરી બહાલી આપેલ.આ ઉપરાંત જિલ્લા ભાજપપ્રમુખ કૌશીક વેકરીયાએ પ્રદેશ ભાજપની સુચના અનુસાર વૃક્ષા રોપણ ના
કાર્યક્રમ , રસીકરણ મહાભિયાન ને વધુ વેગ વંતુ બનાવવું જેથી પ્રજાજનોકોરોના કાળમાં સુરક્ષીત રહે. આ ઉપરાંત જળ સંસાધનો જેવા કે નદી,નાળા, તળાવ વગેરે સ્થાનો આજુબાજુથી પ્લાસ્ટીક મુકત અભિયાન ચલાવવું. આગામી સમયમાં નિષ્ણાંતોનાં મતે જો કોરોનાની ત્રિજી લહેર આવે તો ભાજપનો કાર્યકર લોકોની વચ્ચે રહે સેવા કરવા સજજ બને તે માટે સ્વાસ્થ્ય સ્વયં સેવકોની શકિત કેન્દ્ર પ્રમાણે નિમણુંક કરવી તેમજ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી સુરેશભાઈ ગોધાણીએ કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાથી ઉપસ્થિત
કાર્યકર્તાઓને ને માહીતગાર કર્યા
આ બેઠકોમાં જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, રાજેશભાઈકાબરીયા, મંડલનાં પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, મંડલ પ્રભારીશ્રીઓ, મંડલહોદેદારશ્રીઓ, આગેવાનશ્રીઓ, તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલીકા નાં સભ્યશ્રીઓ, કારોબારી બેઠકનાં અપેક્ષીત શ્રેણીનાંકાર્યકર્તાઓ હાજર રહયા હતા.
Recent Comments