fbpx
અમરેલી

દામનગર  શાખપુર કલ્યાણપુર સહિતના ગ્રામ્યમાં ખરાબ રસ્તાને લઈને રજૂઆત કરવામાં આવી

દામનગર  શાખપુર કલ્યાણપુર સહિતના ગ્રામ્ય માં જતા રોડ ઘણા સમય થી  ખરાબ અને અત્યંત ખાડા પડેલા હોય જે વ્યક્તિ આ રોડ ઉપર મોટર સાયકલ લઈ ને નીકળે એ માણસો એ ઊંટ ઉપર બેઠા હોય તેવો અનુભવ શાખપુર થી કલ્યાણપર રોડ ઉપર ચાલે એટલે ઊંટ ઉપર બેઠા હોય તેવું લાગે આ અંગે ધારાસભ્ય ને અને સાંસદ રજુઆત કરી આ રોડ અત્યારે ચાલી શકાય તેમ નથી અને એક વખત લેખિત ને ગ્રામસભામાં પણ રજૂઆત કરવામાં આવી ગુજરાત સરકારમાં આ બાબતમાં કોઈ બાબતે ઉકેલ આવતો નથી .

જેથી વહેલામાં વહેલી તકે વિધાનસભાની ચૂંટણી પહેલા શાખપુર કલ્યાણપર સહિત અનેકો ગ્રામ્ય ને જોડતા રોડ વહેલી તકે બનાવવામાં આવે તેવી રાહદારી ઓમાં બુલંદ માંગ ઉઠી રહી છે  શાખપુર તેમજ આજુબાજુના ગામના લોકોને અમરેલી જવા માટે આ રસ્તાનો ભારે ઉપયોગ થઈ રહ્યો છે જ્યારે છેલ્લા બે ત્રણ વર્ષથી આ રોડ અતિ બિસ્માર હાલતમાં હોય આ રોડ માટે પાંચ વખત ટેન્ડર બાર પડેલ હોય છતાં કોઈ ટેન્ડર ઉપાડતું નથી જેથી સરકાર દ્વારા વહેલી તકે આનો ઉકેલ લાવી અને રોડ બનાવવા શાખપુરના સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા માંગણી કરાય છે

Follow Me:

Related Posts