દામનગર શ્રી કુંભનાથ મહાદેવ અને તાપડીયા આશ્રમ બાબરા ખાતે ગ્રીન આર્મી દ્વારા કૈલાસ પતિ શિવલીગ અતિ દુર્લભ જાતિ ના છોડ નું વૃક્ષારોપણ
દામનગર સ્વંયભુ પ્રગટ કુદરતી પ્રકૃતિ ના ખોળે બિરાજતા શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર અને બાબરા તાપડીયા આશ્રમ પરિસર માં આજરોજ તા.૧૭/૪/૨૨ ના દિન ગ્રીન આર્મી ટીમ દ્વરા સુરત થી દામનગર ના વૃક્ષ પ્રેમી એવા ગ્રીન આર્મી ના જાંબાઝ લીડર એવા ધીરુભાઈ જીવરાજભાઈ (બોખા) ડભોયા એ શ્રી કુમનાથ મહાદેવ મંદિર ના પટણાગણમા પવિત્ર કૈલાસ પતિનાં વૃક્ષ નુ વાવેતર કરવામાં આવેલ છે તેમજ એક વૃક્ષ બાબરા તાપડીયા આશ્રમે રોપાણ તેમજ તેમના જતન કરવાની જવાબદારી સોંપી અતિ દુર્લભ જાતિ નું પુષ્પ કૈલાસ પતિ શિવલીગ પુષ્પ છોડ નું રોપણ કરાયું હતું પર્યાવરણ બચાવો પ્રકૃતિ જળવાઈ રહે છે એ હેતું થી એક પ્રયાસ કરીએ આ સૃષ્ટિના સમસ્ત જીવાત્મા નુ કલ્યાણ થાય એ હેતુસર ગ્રીન આર્મી એ સુંદર સદેશ સાથે ગ્રીન આર્મી ના સદસ્ય ધીરુભાઇ જીવરાજભાઈ (બોખા) ડભોયા ના વરદહસ્તે રચનાત્મક કાર્યકર વજુભાઇ રૂપાધડા ની ઉપસ્થિતિ માં જય વૃક્ષ દેવ ભવ સાથે વૃક્ષારોપણ કર્યું હતું
Recent Comments