દામનગર શ્રી કુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માં મિત્ર મંડળ નું સ્નેહ મિલન યોજાયું
દામનગર શહેર માં સ્વયંભુ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માં મીત્ર મંડળ નું સ્નેહ મિલન યોજાયું દિપકભાઈ શુક્લ દામનગર થી દુરસદુર હોવા છતાં આવું સુંદર સંકલન માદરે વતન માટે કરતા રહે છે ગુજરાત કે અન્ય રાજ્ય માં વસતા દામનગર ના દરેક પરિવારો વચ્ચે એકેયતા ભાતૃપ્રેમ પરસ્પર સામાજિક સંવાદિતા માટે સતત કંઈક નાવીન્ય કરતા મિત્ર મંડળ નું લાભપાંચમ ના પવિત્ર દીને મિત્ર મંડળ નું સ્નેહ મિલન માં સુરત અમદાવાદ મુંબઈ ભાવનગર રાજકોટ વડોદરા કે અન્ય ઉપનગરો માંથી પધારેલ વતન પ્રેમી યુવાનો એ જૂની સ્મૃતિ ઓ વાગોળી ખૂબ ખુશી વ્યક્ત કરી “સુખ નું કોઈ ઇન્જેક્શન નથી દુઃખ ની કોઈ દવા નથી પણ સ્નેહ નું વિટામિન અને લાગણી નું ઓક્સીઝન સમયસર મળે તો સંબંધો બચી જાય છે” વ્યક્તિ ગમે એટલો વિકસે વિસ્તરે પણ એ માદરે વતન ને ક્યારેય વિસરી શકતો નથી જન્મભૂમિ બાલ્ય કાળ ની સ્મૃતિ ની અમીટ છાપ વ્યક્તિ ના જન માનસ ઉપર કાયમ રહેતી હોય છે
મિત્રમંડળ ના સ્નેહ મિલન માં સૌ પ્રથમ તમામ નો પરિચય કરી દીપપ્રાગટય કરી જૂની સ્મૃતિ ઓ વાગોળી એકબીજા ની ટૂટી થી રમૂજ પ્રસરી હતી અને જેતે ક્ષેત્રે વિશેષતાથી નામ દામ મેળવી ખૂબી થી ખ્યાતિ મેળવી હોય તેવો એ સર્વ ને અવગત કર્યા હતા ખૂબ રાજીપા સાથે મિત્ર મંડળ ના સ્નેહ મિલન માં ઉપસ્થિત રહેલ પરેશભાઈ ત્રિવેદી સીંગર દેવેન્દ્ર મહેતા યશવંતભાઈ ઉર્ફ બુધાભાઈ ખખ્ખર સંજયભાઈ તન્ના વિક્રમભાઈ અદાણી અતુલ હિંગુ જયતિભાઈ મકવાણા ભાવેશભાઈ ખખ્ખર બાદલભાઈ ભટ્ટ બી કે પરમાર સહિત અસંખ્ય ભાઈઓ બહેનો એ મિત્રમંડળ ના સ્નેહ મિલન માં હાજરી આપી હતી
એકબીજા થી દુર રહી ને પણ નજીક રહે તેનું નામ સ્વજન કૌટુંબિક પ્રેમભાવ એ વસુદેવ કુટુંબકમ ની ભાવના વિકસાવવા નું પ્રથમ સોપાન છે મિત્ર મંડળ ના સ્નેહ મિલન માં પધારેલ દરેક વ્યક્તિ ભલે અલગ અલગ પરિવારો માંથી આવી હોય પણ આ સ્નેહ મિલન માં ભાતૃપ્રેમ એકેયતા નો દર્શનીય નજારો જોવા મળ્યો જેમને સગપણ થી ન બાંધી લેવાય એવી વ્યક્તિ ઓને ઈશ્વર મિત્ર બનાવે છે દામનગર મિત્ર મંડળ ના સ્નેહ મિલન ના દરેક સેસન માં ગીત સંગીત રમૂજ અને મનનીય વક્તય રજૂ કરી અંતરઆત્મા ને આનંદિત કરતું સેનહ મિલન ભવ્ય રીતે સંપન્ન થયું હતું
Recent Comments