દામનગર શ્રી મદ્રભાગવત કથા શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી
દામનગર પટેલવાડી ખાતે સમસ્ત શહેર આયોજિત અધિક માસ નિમિતે શ્રી મદ્ર ભાગવત કથા માં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરાય
વિદ્વાન ભાગવતાચાર્ય જયેશભાઈ પંડયા ના વ્યાસાસને ચાલતી શ્રી મદ્રભાગવત કથા માં માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે કથા દરમ્યાન આવતા દેવ ચરિત્ર ની આબેહૂબ વેશભૂષા સાથે ઉત્સવ પ્રિય બનતી શ્રી મદ્ર ભાગવત કથા માં પ્રકૃતિ પર્યાવરણ જળ બચાવો વ્યસન મુક્તિ ની હદયસ્પર્શી શીખ સાથે આજે
ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરાય હતી અધિક માસ શ્રી મદ્રભાગવત કથા માં શહેર ના દરેક વિસ્તારો માંથી મોટી સંખ્યા માં વિવિધ મહિલા મંડળ ની ઉપસ્થિતિ જોવા મળી હતી વેશભૂષા સાથે શ્રી મદ્રભાગવત કથા માં ભગવાન શિવ ભગવાન શ્રી બાલ કૃષ્ણ ના પૂજન અર્ચન દર્શન કરતા શ્રધ્ધાળુ ભાવિકો કૃષ્ણ જન્મોત્સવ ને લઈ ભવ્ય રાસોત્સવ યોજાયો હતો
Recent Comments