fbpx
અમરેલી

દામનગર સામાજિક વનીકરણ વિભાગના ત્રણ સેવા નિવૃત કર્મચારી ઓને વૃક્ષના સ્મૃતિ ચિન્હ સાથે વિદાયમાન અપાયું

દામનગર શહેર ના ગારીયાધાર રોડ ઉપર આવેલ સામાજીક વનીકરણ રેન્જ ની નર્સરી ખાતે લાઠી હેઠળ સેવા નિવૃત થતા વન વિભાગ ના ત્રણ કર્મચારી શ્રી રાઉન્ડ ફોરેસ્ટ ના એન સી જોશી રાઉન્ડ ફોરેસ્ટ ચાંવડ કે એ રૈયાણી અને આર ડી વામજા ને સેવા નિવૃત્તિ પ્રસંગે વિદાયમાન અપાયું  સેવા નિવૃત્ત કર્મચારી ની વર્ષો ની સેવા સ્મૃતિ ઓ વાગોળી તેમના સમય દરમ્યાન કર્તવ્ય નિષ્ઠા થી બજાવેલ  ફરજ વન વિભાગ કયારેય ન વિસરી શકે તેવા ઉમદા ગુણો સાથે લાઠી તાલુકા માં વય મર્યાદા થી સેવા નિવૃત ફોરેસ્ટર દામનગર શ્રી. એન. સી. જોષી , રાઉન્ડ ફોરેસ્ટર ચાવંડ શ્રી. કે. એ. રૈયાણી અને શ્રી. આર. ડી. વામજા ૩૧/૭/૨૧ ના  રોજ સેવા નિવૃત થતા વનવિભાગ કર્મચારી સ્ટાફ મિત્ર પરિચિતો એ શુભેચ્છા પાઠવી સેવા નિવૃત કર્મચારી શ્રીફળ સાકર પડો આપી પુષ્પગુંચ સાથે વૃક્ષ નું સ્મૃતિ ચિન્હ અર્પણ કરી વિદાયમાન અપાયું હતું

Follow Me:

Related Posts