દામનગર સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓનું આરોગ્ય વિભાગ સાથે સંકલન, ખોડલધામ સમિતિ દ્વારા રક્ષાત્મક રસીકરણ અભિયાન કેમ્પ સંપન્ન
દામનગર શહેર માં નવજ્યોત વિધાલય સંકુલ ખાતે ખોડલધામ સમિતિ આયોજિત કોવિડ૧૯ વાયરસ સામે રક્ષા કવચ આપતી રસીકરણ કેમ્પ નું આયોજન દામનગર શહેરી અંગે અનેકો ગ્રામ્ય વિસ્તારો માંથી ૪૫ વર્ષ થી વધુ વય ના નાગરિકો એ ઉત્સાહ ભેર રસીકરણ માં ભાગ લીધો સરકારી અભિયાન ને વેગવંતુ બનાવવા સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ઓનું આરોગ્ય વિભાગ સાથે સંકલન ખોડલધામ સમિતિ આયોજિત રક્ષાત્મક રસીકરણ મુહિમ માં સ્થાનિક અગ્રણી ઓનું આહવાન કોઈ ડર કે ભય વગર રસીકરણ કરો નો સંદેશ આપતા વિવિધ સંગઠનો ના સંયુક્ત ઉપક્રમે દામનગર નવજ્યોત વિધાલય ખાતે ખોડલધામ સહિત ની સંસ્થા ઓ દ્વારા રસીકરણ મુહિમ માટે અપીલ કારગત નીવડી ખૂબ મોટા પ્રમાણ માં રસીકરણ કરતા લોકો ઝરખિયા પી.એ.સી ના તબીબી સ્ટાફ રસીકરણ માટે સતત ખડેપગે સેવારત રહ્યા હતા
Recent Comments