fbpx
અમરેલી

દામનગર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્રીજા તબક્કા માં સિનિયર સિટીઝન ને covid-19 વેક્સિન આપવામાં આવી

દામનગર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે Covid-19 વેક્સિન ના પ્રથમ અને બીજા તબક્કા ની ભવ્ય સફળતા બાદ આજરોજ તારીખ 4/3/2021 નારોજ લાઠી તાલુકા ના દામનગર સરકારી દવાખાના ખાતે 60 વષૅ થી ઉપરના વરિષ્ઠ નાગરિકો તેમજ કોમોર્બિટ ધરાવતા લોકોને Covid-19 વેક્સિન ના ત્રીજા તબક્કા નો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં 60 વર્ષ થી ઉપર ના વરિષ્ઠ નાગરિકો ને કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ આપવામાં આવેલ, તેમાં દામનગર શહેર મા પ્રથમ દિવસે 1 માર્ચ ના રોજ 38 લોકોએ કોરોના વેક્સિન નો લાભ લીધો હતો. જ્યારે આજ રોજ તારીખ 4-3-2021 ના રોજ 46 નાગરિકો ને કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ આપી સુરક્ષિત કરવામાં આવેલ, આ સમગ્ર કામગીરીમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આર આર મકવાણા ના સતત માર્ગદર્શન  હેઠળ તેમજ પ્રા. આ. કે.ના મેડિકલ ઓફિસર ડૉ. હિતેશ પરમાર, ડો. શીતલ રાઠોડ , પારૂલબેન દંગી, રણજીતભાઇ વેગડા, પ્રિયકાન્ત ભટ્ટી, રાજ દીક્ષિત , પૂર્વીબેન પડાયા ,આરતીબેન ભોજાણી દ્વારા કોરોના વેક્સિન ની સફળતા પૂર્વક કામગીરી કરવામાં આવેલ હતી. તેમજ વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત, અસરકારક અને સરકાર માન્ય હોવાથી દરેક 60 વર્ષ થી ઉપર ના વરિષ્ઠ નાગરિકો એ નજીક ના સરકારી આરોગ્ય કેન્દ્ર પર આ વેક્સિન લેવી જોઈએ એવી જાહેર અપીલ પણ કરવા માં આવે છે.

Follow Me:

Related Posts