fbpx
અમરેલી

દામનગર સૂર્યમુખી ધૂન મંડળ આયોજિત મહારક્તદાન કેમ્પ માં મહિલા ઓએ રક્તદાન માટે લાઈનો લગાવી ૩૮૪ યુનિટ રક્તદાન

દામનગર  સુર્યમુખી ધુન મંડળ ના ઉત્સાહી અને કાર્યદક્ષ યુવાનો અને વડિલોના અવિરત પ્રયાસોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન પૂજય ખડેશ્વરી બાપુની તપસ્યા મહોત્સવમાં સુંદર માં રકતદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવેલ હતું. આપણી સંસ્કૃતિમાં દાનનું અનેરું મહત્વ છે પરંતુ અનેક પ્રકારના દાનમાં રક્તદાન એ જીવનદાન છે, શ્રેષ્ઠ દાન છે, આપણું એક બોટલ રક્ત કેટલાય લોકોના જીવન બચાવે છે. આપણા રકતદાનથી કોઇ બાળકની માં અને કોઇનો વાલસોયો દિકરો કે દિકરી કે કોઇના સેથાનો સીદૂર બચે છે.

સામાન્ય રીતે આપણે ત્યાં કંઇક લેવા વાળાઓની લાબી કતારો જોવા મળે છે જયારે આજે આ ગુજરાતની એકમાત્ર નિઃશુલ્ક આરોગ્યસેવા પ્રદાન કરતી સ્વામી શ્રી નિર્દોષાનંદજી, માનવસેવા હોસ્પિટલ – ટીંબી ના દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ તેમાં ઉનાળામાં સખત તાપમાં પણ રક્તતદાતાઓની લાંબી કતારો લાગેલી, રક્તદાતાઓ દ્વારા કુલ ૩૮૪ બોટલ રક્ત એડમીત થયેલ છે. ખાસ કરીને આ રક્તદાન કેમ્પમાં વિશાળ સંખ્યામાં બહેનોએ પણ ઉત્સાહ પૂર્વક રક્તદાન કરી સ્ત્રી સ-શક્તિકરણનો પ્રેરણાદાયી દાખલો બેસાડેલ છે. તે બદલ આયોજકો, તમામ દાતાઓ તથા બહેનોનોને વંદન સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. આ રક્તદાન કેમ્પને  સફળ બનાવવા બદલ આપ સહુને અમો ધન્યવાદ સાથે અભિનંદન પાઠવીએ છીએ, સેવાની જુદી જૂદી પગદંડી પર ચાલાવા વાળા આપણા તમામ નો મુખ્ય હેતુ માનવ સેવાનો છે. માનવ રોવા એ જ પ્રભુ સેવાના સુત્રને સાકાર કરવા આપના દ્વારા આવા રોવાકાર્યો થતા રહે તે માટે બ્રહ્મલીન પરમ પૂજય સદ્ગુન સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ ના આશિર્વાદ આપ રાધુને સદૈવ પ્રાપ્ત થાય અને આપ નિરામય સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો તેવી પ્રભુને પ્રાર્થના,સાથે આભાર વ્યક્ત કરતા માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ના તમામ ટ્રસ્ટી અને આરોગ્ય સ્ટાફ 

Follow Me:

Related Posts