દામનગર શહેર માં સેવાગ્રુપ દ્વારા શહેર ના વધુ બે વિસ્તારો માં ઠંડા પીવા ના પાણી ના પરબ નો પ્રારંભ આજ રોજ તારીખ ૧૫/૦૫/૨૦૨૪ ના સેવા ગ્રુપ દામનગર દ્વારા રાભડા રોડ ચોકડી અને ઠાંસા રોડ ચોકડી એ નવા બે ઠંડા અને ફિલ્ટર પાણી ના પરબ શરૂ કરવા માં આવેલ છે.દરેક દાતા શ્રી અને દરેક સેવા ભાવિ લોકો નો સેવા ગ્રુપ દામનગર ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે નાના માં નાની વ્યક્તિ ના સામાન્ય અનુદાન ને પણ પુરી મહત્તા સાથે સ્વીકારી પ્રારંભયેલ સેવા પ્રવૃત્તિ નો વ્યાપ દિનપ્રતિદિન વિસ્તરી રહ્યો છે શહેર ના ૧૭ થી વધુ વિસ્તારો ના જાહેર સ્થળો ઉપર શરૂ કરાયેલ પીવા ના ઠંડા પાણી ના પરબ ઉપર નિયમિત પાણી મળી રહે તેવી સુંદર વ્યવસ્થા કરતા સેવાગ્રુપ ટીમ ના શલેશ મોટાણી નયન જોશી પ્રીતેશભાઈ નારોલા મેહુલ ચૌહાણ મિત ધાણક રાજેશ મકવાણા સહિત સમગ્ર ટીમ ના સંકલન થી સેવાગ્રુપ ની સરાહનીય સેવા જોવા મળી રહી છે
દામનગર સેવાગ્રુપ દ્વારા શહેર માં વધુ બે ઠંડા પીવા ના પાણી ના પરબ નો પ્રારંભ

Recent Comments