દામનગર સેવા સહકારી મંડળી બીજી વખત સમગ્ર જિલ્લા માં પ્રથમ નંબરે
દામનગર શહેર ની ખેડૂત સેવા સહકારી મંડળી નું ગુજરાત રાજ્ય સહકારી સંઘ લી. અમદાવાદ આયોજીત વર્ષ ૨૦૨૧-૨૨ માં ઉત્તમ કામગીરી બદલ વિશિષ્ટ સન્માન શ્રી દામનગર ખેડુત સેવા સહકારી મંડળીઓની શિલ્ડ હરીફાઇ સ્પર્ધામાં શ્રી દામનગર સેવા સહકારી મંડળી લી. ને અમરેલી જીલ્લાની શ્રેષ્ઠ મંડળીઓમાં પ્રથમ સ્થાને ઘોષીત કરવામાં આવેલ છે શ્રી દામનગર સેવા સહકારી મંડળીને આ બીજી વખત આ બહુમાન પ્રાપ્ત થતા અમરેલી જીલ્લાના સહકારી જગતમાં ચોમેર હર્ષની લાગણી સાથે મંડળીના પ્રમુખ હરજીભાઇ નારોલાને ટેલીફોનીક શુભેચ્છા અને અભિનંદન મળી રહયા છે.
દામનગર સેવા સહકારી મંડળી ના વ્યવસ્થાપક શ્રી કર્મચારી ઓ સભાસદો વચ્ચે ના સુંદર વહેવાર વહીવટ અને સંકલન નું આ પરિણામ છે સમગ્ર અમરેલી જિલ્લા ઓમાં દામનગર ખેડૂત સેવા સહકારી મંડળી એ બીજી વખત પ્રથમ નંબરે સ્થાન પ્રાપ્ત કર્યું છે ગુજરાત રાજ્ય ના સહકારી સંધ દ્વારા વિશિષ્ટ સન્માન બદલ ઠેર ઠેર થી શુભેચ્છા પાઠવતા સહકારી અગ્રણી.
Recent Comments