fbpx
અમરેલી

દામનગર સેવા સહકારી મંડળી દ્વારા સહકારી સપ્તાહની ઉજવણી

દામનગર સેવા સહકારી મંડળી દ્વારા અમરેલી જિલ્લા સહકારી સંધ ના મનીષભાઈ સંઘાણી ની અધ્યક્ષતા માં સહકાર સપ્તાહ ની ઉજવણી એન સી યુ આઈ ન્યુ દિલ્હી અને ગુજરાત રાજ્ય સહકારી સંધ એવમ  અમરેલી સહકારી સંધ ના સહયોગ થી અખિલ ભારત સહકાર સપ્તાહ ની તા.૧૪/૧૧/૨૨ થી ૨૦/૧૧/૨૨ દરમ્યાન ઉજવતા સહકારી સપ્તાહ ની દામનગર પટેલ વાડી ખાતે ઉજવણી તાજેતર માં રાજ્ય સહકારી સંધ દ્વારા શ્રેષ્ટ મંડળી નો પરિતોષક મેળવનારી દામનગર સેવા સહકારી મંડળી દ્વારા યુવાનો મહિલા નબળા વર્ગ અને આરોગ્ય માટે સહકારી સંસ્થા વિષયે ઉજવણી કરાય હતી.

અમરેલી સહકારી યુવા અગ્રણી મનીષભાઈ સંઘાણી ની અધ્યક્ષતા માં યોજાયેલ જેમાં દામનગર સેવા સહકારી મંડળી ના પ્રમુખ હરજીભાઈ નારોલા  અમરેલી જિલ્લા સહકારી સંધ મેનેજર શ્રી ભાર્ગવભાઈ ત્રિવેદી દામનગર સેવા સહકારી મંડળી ના મેમેજર અનિલભાઈ જગાણી અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક સ્ટાફ સહિત સહકારી અગ્રણી ઓ દ્વારા સહકારી પ્રવૃત્તિ અંગે થતી સેવા ઓની વિસ્તૃત માહિતી અપાય હતી ખૂબ મોટી સંખ્યા માં ખેડૂતો ની વિશાળ હાજરી માં સહકારી સપ્તાહ ની ઉજવણી કરાય હતી સહકારી પ્રવૃત્તિ અંગે વિસ્તૃત માગરદર્શન અપાયું હતું.

Follow Me:

Related Posts