અમરેલી

દામનગર સ્વ ઉજીબેન કરશનભાઇ જયપાલ નું દેહાવસાન સદગત ની ઇચ્છાનુસાર ચક્ષુદાન અર્પણ કરતા પુત્રરત્નો

દામનગર પંડિત દિનદયાલ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર સંચાલક શ્રી દીપકભાઈ કરશનભાઇ જયપાલ ના માતૃશ્રી સ્વ ઉજીબેન કરશનભાઇ જયપાલ નું દેહાંવસાન થતા સદગત ની ઇચ્છાનુસાર સદગત ના પુત્રરત્ન દીપકભાઈ પરિવારે માતૃશ્રી સ્વ ઉજીબેન નું ચક્ષુદાન કર્યું વ્યક્તિ સદેહ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ સતકર્મો ની સુવાસ વિચારો રૂપે સદાકાળ  જીવંત રહે તેવું સુંદર સદકર્મ કરી પ્રેરણામૂર્તિ શ્રી ઉજીબેન જયપાલ અંધત્વ નિવારણ માટે સમસ્ત માનવ સમાજ ને પ્રેરણા પુરી પાડી સદગત ના ચક્ષુદાન અર્પણ પ્રસંગે પૂર્વ નગરપાલિકા પ્રમુખ મનસુખભાઇ જયપાલ સામાજિક કાર્યકર  કિશોરભાઈ વાજા કોશિકભાઈ બોરીચા નિવૃત કર્મચારી સતિષભાઈ જયપાલ પત્રકાર વિનુભાઈ જયપાલ વિમલભાઈ ઠાકર સહિત સદગત ના પુત્ર રત્ન દીપકભાઈ જયપાલ પરિવારે માતૃશી ની ઇચ્છાનુસાર લીધેલ સરાહનીય નિર્ણય સમસ્ત માનવ સમાજ માટે પ્રેરણાત્મક છે 

Related Posts