દામનગર હર ઘર તિરંગા દામનગર શહેર ભાજપ મહત્વની બેઠકમાં પાલિકાના ચૂંટાયેલ ૨૨ સભ્ય માંથી માત્ર છ હાજર અસંતોષ કે નારાજગી ? શુક્રવાર સાંજે ૭૫ માં આઝાદીના અમૃત મહોત્સવ પર હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા દામનગર શહેર ભાજપ દ્વારા મહત્વની બેઠકનું આયોજન ગાયત્રી મંદિર સંસ્કૃતિ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા, પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઈ સાનેપરા, મંત્રી જયેશભાઈ ટાંક જનકભાઈ તળાવીયા સહિતના અગ્રણીની ઉપસ્થિતિમાં ભોજન વ્યવસ્થા સાથે યોજાયેલ મહત્વની બેઠક જિલ્લાના અગ્રણીઓ હાજરી આપવાના હોવા છતાં ચૂંટાયેલ સભ્યોના ત્રીજા ભાગની સંખ્યા રહી હતી જિલ્લામાંથી પધારેલ અગ્રણીઓ શ્રોભમાં મુકાયા જે પાર્ટી પદ પ્રતિષ્ઠા મળી તેમ છતા ચૂંટાયેલ સભ્ય ૨૨ માંથી માત્ર ૬ સભ્યો હજાર મોટાભાગના ગેર હાજર રહેતા અસંતોષ કે નરાજગી કે વિકાસ ને વરેલી ભાજપ શાશીત પાલિકાની અણઆવડત કે પ્રજાની સમસ્યા ઉકેલવામાં ઉણા ઉતર્યા જે હોય તે પણ હર ઘેર ત્રિરંગા ની મહત્વની બેઠકમાં ગેરહાજરીની નોંધ લેવાય.
દામનગર હર ઘર તિરંગાની મહત્વની બેઠકમાં પાલિકા ચૂંટાયેલ ૨૨ માંથી માત્ર ૬ ની હાજરી અસંતોષ કે નારાજગી ?

Recent Comments