અમરેલી

દામનગર હોમગાર્ડ યુનિટ દ્વારા સ્થાપના દિન ની ઉજવણી કરાય

દામનગર હોમગાર્ડ સ્થપના દિન ની ઉજવણી કરાય કમાન્ડન્ટ જનરલ સાહેબશ્રી,હોમગાર્ડઝ, ગુજરાત રાજય, અમદાવાદની સૂચના તથા જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ, અમરેલીના માર્ગદર્શન મુજબ અત્રેના હોમગાર્ડઝ સબ યુનિટ યુનિટ દામનગર ખાતે તા.૬ ડિસેમ્બર-૨૦૨૧ના રોજ  હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થા૫ના દિન-૨૦૨૧ ની ઉજવણી કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે ૫ણ ૬-ડિસેમ્બર-૨૦૨૧ના રોજ  હોમગાર્ડઝ સ્થા૫ના દિન ની ઉજવણી કરવામાં આવી. આ તકે  હોમગાર્ડઝ કચેરી, દામનગર ના એન સી રાજ્યગુરૂ SPC હાજર રહેલ. યુનિટના તમામ એન.સી.ઓ. અને જવાનો હાજર રહેલ. સવારમાં રૂટ માર્ચ  દ્વારા કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ. રેલીમાં સ્વચ્છતા તથા વેક્સિનેશન અને કુદરતી સં૫તિ બચાવોના નારા સાથે જનજાગૃતિ માટે પ્રયત્ન કરવામાં આવેલ. વુક્ષારો૫ણ વિશે તમામ જવાનોને માહિતગાર કરવામાં આવ્યા. ૫રેડ ગ્રાઉન્ડ તેમજ યુનિટ કચેરી નું ગ્રાઉન્ડ સ્વચ્છતા કરવામાં આવી.તેમજ કન્યા શાળા ની ૨૫૧ દિકરી ઓને બિસ્કિટ તેમજ પેન વિતરણ કરવામાં આવેલ તેમજ ૩ નિવૃત હોમગાર્ડઝ સભ્યો ને સાલ સન્માન કરવા માં આવેલ તેમજ NCO ASL એમ બી મેર ને શ્રેષ્ઠ કામગીરી બદલ મોમેન્ટ થી સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમને સફળ બનાવવા યુનિટના તમામ જવાનોએ જહેમત ઉઠાવેલ તેમ ઓફીસર કમાન્ડીંગ ની યાદી જણાવે છે.

Related Posts