દામનગર ૨૫ બાબરા તાલુકાના ગમાપીપળીયામાં ૧૬ લાખના ખર્ચે સુવિધાપથ માર્ગ બનશે
દામનગર ૨૫ બાબરા તાલુકાના ગમાપીપળીયામાં ૧૬ લાખના ખર્ચે સુવિધાપથ માર્ગ બનશે મિયા ખીજડિયા અને પીપળીયા ગામને જોડતો નવો સુવિધાપથ માર્ગનું ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાત મુરત કરાવી કામગીરીનો શુભારંભ કરાવ્યો
ભાજપ સુશાંસન ની વાતો કરે છે જ્યારે કોંગ્રેસ કામગીરી ધારાસભ્ય ઠુંમર ભાજપ સુશાંસનની ઉજવણીની જગ્યાએ સુશાસન કરે ધારાસભ્ય ઠુંમર નો ટોણો.”સ્વર્ગીય વડાપ્રધાન અટલજીના આદર્શો ભાજપના વર્તમાન શાસકો વિસરી રહ્યા હોવાનું કટાક્ષ પણ કર્યો”
લાઠી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા પોતાના વિસ્તારમાં રોડ રસ્તાઓની કામગીરી સુપેરે પાર પાડી રહ્યા છે તેઓ દ્વારા રાજ્ય સરકારમાં મંજુર કરાવી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નવા માર્ગ મઢાવી રહ્યા છે તો ગામડાઓની અંદર પણ લોકોને માર્ગની વધુ સુવિધાઓ મળે તે માટે સુવિધાપથ પણ બનાવી લોકોને વધુ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી એક જાગૃત ધારાસભ્ય તરીકેનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે
આ તકે જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર,તાલુકા જિલ્લા પંચાયત અને ગ્રામ્ય વિસ્તારો ના અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ માં ગમાંપીપળીયા અને મિયા ખીજડિયા ને જોડતો ૨૩૦ મીટર લાંબો અને પાંચ મીટર પહોળો તેમજ આઠ ઇંચ નો આરસીસી સુવિધાપથ માર્ગ સાડા સોળ લાખના ખર્ચે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે મંજુર કરાવી કામગીરી શરૂ કરાવતા
ગામના સ્થાનિક લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે આ પ્રસંગે જણાવ્યું હતું કે પોતાની ધારાસભ્ય ની ગ્રાન્ટ તેમજ તેમને મળતા સુવિધાપથના માર્ગ જરૂરિયા ગ્રામ્ય વિસ્તારમાં ફાળવવામાં આવી રહ્યા છે તેમજ રાજ્ય સરકારમાં સતત રજુઆત કરી રોડ રસ્તાઓ મંજુર કરાવી લોકોને પૂરતી માળખાકીય સુવિધાઓ મળે તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે
ભાજપ દ્વારા સુશાસન દિવસની ઉજવણીના સંદર્ભે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ટોણો મારતા જણાવ્યું હતું કે ભાજપ માત્ર સુશાંસન દિવસની ઉજવણી કરી શકે ખરેખર લોકોને સુશાંસન આપવાની નેમ સાથે કોંગ્રેસ કામ કરી રહી છે
અને છેલ્લા ત્રણ વર્ષમાં લાઠી બાબરા અને દામનગર ની જનતા જાણે છે વધુમાં તેમણે ભાજપપર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે સ્વર્ગીય વડાપ્રધાન અટલજીના જન્મ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા સુશાસનની વાતો કરી કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે શું ભાજપના સાશકો અટલજીના આદર્શો અનુસરી રહી છે ખરી? ગમાપીપળીયા ગામના હાજર લોકોએ શ્રી ઠુમ્મર અને જેનીબેનની કામગીરીને બિરદાવી હતી
Recent Comments