વર્તમાન પરીસ્થિતીમાં ભારે વરસાદનાં કારણે ગીરનાર ઉ૫૨વાસમાં વધુ વરસાદ થવાથી નિચાણવાળા વિસ્તારમાં વધુ પાણીની આવક થયેલી હોવાથી વિલીંગ્ડન ડેમ તથા દામોદર કુંડ ખાતે હાલ વધુ પાણી ભરાઈ ગયેલા છે. આ વિસ્તાર પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવેલા હોવાથી આ સ્થળો ખાતે બહોળા પ્રમાણમાં લોકોની આવક–જાવક ધ્યાને લઈ કોઈ અકસ્માત ન સર્જાય તેની અગમચેતીનાં ભાગરૂપે ઉકત બંને વિસ્તારો વિલીંગ્ડન ડેમ તથા દામોદર કુંડ વિસ્તારો પર તા.13/09/2021થી તા.16/09/2021 (ચાર દિવસ સુધી) સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
દામોદરકુંડ અને વિલીગ્ડન ડેમ સ્થળોએ ચાર દિવસ સુધી પ્રતિબંધ

Recent Comments