fbpx
ગુજરાત

દારૂથી થયેલાં મોત મામલે હું રાજનીતિ કરવા નથી માગતો : હર્ષ સંઘવી

સામાજિક દુષણ સામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કડક પગલાંના આદેશો આપ્યા છે ગાંધીનગરના દહેગામ ખાતે ૯ લોકોની એકાએક તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ દર્દીઓ પૈકી ૨ ના મોત નીપજ્યા છે. જ્યારે ૭ ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આશંકા છે કે દારૂના સેવન પછી જ આ લોકોની તબિયત લથડી હતી. આથી, દહેગામ ખાતે લઠ્ઠાકંડાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ મામલે હવે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ઘટના અંગેનો પ્રાથમિક રિપોર્ટ આવી ગયો છે અને પ્રાથમિક રિપોર્ટમાં લઠ્ઠાનો કોઈ અંશ મળ્યો નથી. સંપૂર્ણ રિપોર્ટ આવ્યા પછી જ સાચી હકીકત જણાવી શકાશે. તેમણે કહ્યું કે, આ મામલે કડક તપાસ અને કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ આ મામલે તપાસ કરી રહી છે. ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું કે, આ મામલે હું રાજનીતિ કરવા નથી માગતો. સામાજિક દુષણ સામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કડક પગલાંના આદેશો આપ્યા છે.

તેમણે કહ્યું કે, સામાજિક દૂષણને સૌ કોઈ સાથે મળીને દૂર કરવાનો પ્રયાસ કરીએ” જણાવી દઈએ કે, ગાંધીનગરના દહેગામ તાલુકાના લીહોડા ગામે ૯ લોકોની અચાનક તબિયત ખરાબ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ૨ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય ૭ની ગાંધીનગરમાં સારવાર ચાલી રહી છે. આમાંથી ૧ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આશંકા છે કે દારૂનું સેવન કર્યા પછી તેમની તબિયત લથડી હતી. જાે કે, આ મામલે સેમ્પલ હ્લજીન્ ને મોકલવામાં આવ્યા છે અને પીએમ રિપોર્ટની રાહ જાેવાઈ રહી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts