fbpx
ગુજરાત

દારૂના દૂષણે ગાંધીનગરના પાલજની પરિણીતાનો ઘરસંસાર બગાડ્યો

ગુજરાતમાં દારૂના દૂષણનાં કારણે અનેક સુખી લગ્ન જીવનમાં ભંગાણ પડ્યાનાં બનાવો બનતા રહે છે. છતાં પણ ગુજરાતમાં દારૂ બંધીનો કડક કાયદો હોવાનો સરકાર દાવો કરતી રહે છે. જાે કે સરકારી ચોપડે જ નોંધવામાં આવતી ફરિયાદમાં સરકારના દાવા પોકળ હોવાની સાબિતી મળી જાય છે. જેનો તાજાે દાખલો પાલજની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ પરથી મળી રહ્યો છે ગાંધીનગરની યુવતીના લગ્ન એપ્રિલ ૨૦૧૪ માં પાલજ ગામના યુવક સાથે સમાજના રીત રીવાજ મુજબ થયા હતા. લગ્ન પછી પરિણીતા સાસરીમાં રહેવા આવી હતી.

એક વર્ષ સુધી પતિ પત્નીનો ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો. પરંતુ ધીમે ધીમે પતિ દારૂની લતે ચઢી ગયો હતો. જેનાં કારણે સુખી લગ્ન જીવનમાં દંપતી વચ્ચે કંકાસ શરૂ થવા લાગ્યા હતા. આ દરમિયાન દીકરીને જન્મ આપતાં પતિ, સાસુ અને જેઠને ગમતું નહીં હોવાથી પરિણીતાને ત્રાસ આપવાનું વધી ગયું હતું. ત્યારે પોતાનો ઘર સંસાર બચાવવા માટે પત્ની મૂંગા મોઢે ત્રાસ સહન કરી દીકરીના ભવિષ્યનો વિચાર કરી સાસરીમાં રહેતી હતી. જાેકે, સમય જતાં પતિ દારૂની લતે એવો ચડયો કે તેણે કામધંધો કરવાનું જ બંધ કરી દીધું. આથી ઘરમાં પૈસાની તંગી પડતાં પરિણીતા મજૂરી કામ કરવા મજબૂર બની હતી. જેનાં પરસેવાની કમાણી પતિ મારઝૂડ કરીને લઈ જઈ દારૂ પીવા લાગ્યો હતો.

એમાંય ઓછું હોય પિયરમાંથી કે અન્ય કોઇ માણસ મળવા આવે તો પતિ આડા સંબંધોની શંકા કુશંકા રાખી મારઝૂડ કરતો રહેતો હતો અને પિયર જવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જ્યારે સાસુ પણ કામ બાબતે વાંધા વચકા કાઢીને ત્રાસ આપી બાકીની કસર પુરી કરી દેતા હતા. આખરે પરિણીતા કંટાળીને પિયરમાં જતી રહેતી હતી. પરંતુ માતા પિતા સમજાવટથી તેને પાછા સાસરી મોકલી આપતા હતા. ત્યારે થોડા દિવસ પછી એજ ઘટનાઓનું પુનરાવર્તન શરૂ થઈ ગયું હતું. હવે તો પતિ અને જેઠ સાથે દારૂ પીને ઘરે આવીને પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા.

તો બંને દીકરાનું ઉપરાણું લઈને સાસુ પણ બધો તમાશો જાેયા કરતી હતી. આમ લગ્ન જીવનને ટકાવી રાખવા અનેક પ્રયત્નો કર્યા છતાં દારૂની લતે ચઢેલા પતિએ ત્રાસ આપવાની તમામ હદો વટાવી દેતા પત્નીએ મહિલા પોલીસ મથકમાં પતિ, સાસુ અને જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ગાંધીનગરના પાલજમાં દારૂના દૂષણે વધુ એક પરિણીતાનો ઘર સંસાર બગાડયો છે. દારૂની લતે ચડી ગયેલો પતિ જેઠ સાથે દારૂ પીને ઘરે આવી પત્નીને આડા સંબંધો હોવાનો વહેમ રાખી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. તો સાસુ પણ બંને દીકરાનું ઉપરાણું લઈને આખો તમાશો જાેયા કરીને પુત્રવધૂનાં વાંધા વચકા કાઢી ચઢવણી કર્યા કરતી હતી. આખરે પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

Follow Me:

Related Posts