રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાતે આવતા મુલાકાતીઓને લિકરના સેવન માટે મુક્તિ આપવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારના આ ર્નિણયને વાવનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સખસ શબ્દોમાં વખોડી કાઢ્યો છે. ગેનીબેન ઠાકોરે એક વીડિયોના માધ્યમથી જણાવ્યું છે કે ‘દારૂડિયાઓને હવે માઉન્ટ આબુ સુધી નહીં જવું પડે અને દારૂ પીને કોઈ ક્રાઇમ કરશે તો કહેશે, અમે તો ગિફ્ટ સીટીમાં દારૂ પીધો છે.’ રાજ્ય સરકારના આ ર્નિણયને વખોડી કાઢતાં વાવનાં કોંગી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગાંધીજીના ગુજરાતમાં બંધારણીય રીતે દારૂબંધીનો કાયદો અમલમાં છે. ત્યારે ગુજરાત સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બૂટલેગરોને મોટો ધંધો થાય એ માટે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂની જે છૂટ આપી છે એ નિંદનીય છે. કોઈપણ માણસ ક્રાઇમ કરશે, કોઈને નુકસાન કરશે, દારૂ પીધેલો ઝડપાશે તો એક જ વાત આવશે કે અમે તો ગિફ્ટ સિટીમાં દારૂ પીધો છે. ગુજરાતને કલંકિત કરવાનો ર્નિણયઃ ગેનીબેન ઠાકોર ગુજરાતના દારૂડિયાઓને અને બૂટલેગરોને માઉન્ટ આબુ અને બીજાં રાજ્યોમાં ન જવું પડે એ માટે તેમને હવે ગુજરાતમાં જ વ્યવસ્થા મળશે. ગુજરાતને કલંકિત કરવા માટે સરકારે આ ર્નિણય લીધો છે. આ બાબતને અમે વખોડીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપો કે ગાંધીજીના ગુજરાતને કલંકિત કરવાનું કામ ન કરે.
દારૂ પીધેલો ઝડપાશે તો એક જ વાત આવશે કે અમે તો ગિફ્ટ સિટીમાં દારૂ પીધો છે ઃ ગેનીબેન ઠાકોર


















Recent Comments