રાષ્ટ્રીય

દાળ પકવાનની સ્પેશિયલ ‘દાળ’ બનાવો આ રીતે ઘરે, ટેસ્ટમાં બહાર જેવી જ બનશે

દાળ પકવાન ખાવાની બહુ જ મજા આવે છે. જો કે દાળ પકવાનમાં અનેક લોકોની ફરિયાદ હોય છે કે એ ટેસ્ટમાં બહાર જેવું બનતુ નથી. આમ, જો તમારી સાથે પણ કંઇક આવું થાય છે તો આ રેસિપી નોંધી લો તમે પણ ફટાફટ…

સામગ્રી

¾ કપ ચણાની દાળ

¼ કપ મગની મોગર દાળ

ઝીણી સુધારેલી ડુંગળી

સુધારેલા ઝીણાં ટામેટા

સુધારેલા ઝીણાં લીલા મરચાં

એક ચમચી જીરું

ગરમ મસાલો

લાલ મરચાનો પાઉડર

પા ચમચી હળદર

તેલ

સ્વાદાનુંસાર મીઠું

પાણી

બનાવવાની રીત

  • દાળ પકવાનની દાળ બનાવવા માટે સૌ પ્રથમ ચણાની દાળ અને મગની દાળને અડધો કલાક પાણીમાં પલાળી રાખો.
  • હવે ગેસ પર કુકરમાં તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખો અને સુધારેલી ડુંગળી, લીલા મરચા નાંખીને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો.
  • ત્યારબાદ ટામેટા એડ કરો.
  • આ બધી વસ્તુ એડ થઇ જાય પછી એમાં લાલ મરચાંનો પાઉડર, ધાણાજીરું, હળદર નાંખીને બરાબર મિક્સ કરી લો.
  • હવે આમાં થોડુ પાણી નાંખીને બરાબર ઉકળવા દો.
  • પાણી ઉકળે એટલે એમાં પલાળેલી ચણાની દાળ અને મગની દાળ નાંખો અને સાથે આંબલીનો રસ સ્વાદાનુંસાર એડ કરો.
  • ત્યારબાદ ઢાંકણ બંધ કરીને બેથી ત્રણ સીટી વગાડો.
  • તો તમારી દાળ હવે પૂરી રીતે બફાઇ જશે.
  • દાળ બફાઇ જાય પછી વઘાર કરવા માટે એક વઘારીમાં તેલ અથવા ઘી લો.
  • હવે એમાં જીરું તતડાવો અને લીલા મરચાં નાંખીને વઘાર કરો.
  • ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં લઇ લો.
  • તો તૈયાર છે દાળ પકવાનની દાળ.

તમે ઇચ્છો છો તો આની પર કોથમીર પણ નાંખી શકો છો.

Follow Me:

Related Posts