fbpx
ગુજરાત

દાહોદના તળાઈ ગામ નજીક કાર પલટી ખાઈ ગઈ, ઝાલોદ તાલુકા પંચાયતના સામાજીક ન્યાય સમિતિના ચેરમેનનું મોત

દાહોદના ઇન્દોર અમદાવાદ હાઇવે પર રાત્રે કાળી તળાઈ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇનોવાના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં કાર પલટી ખાઈ જતાં ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યં હતું. મૃતક ઝાલોદ તાલુકા પંચાયતના સામાજીક ન્યાય સમિતિના ચેરમેન હોવાનું જાણવા મળ્યું છે. ઝાલોદ તાલુકા પંચાયતની સામાજીક ન્યાય સમિતિના ચેરમેન પ્રકાશ પાંચેસરા રાત્રે ઈન્દૌર તરફથી જીજે ૦૫ જેઆર ૮૦૦૦ નંબરની ઈનોવામા આવી રહ્યા હતા.

તે સમયે કાળી તળાઈ પાસે હોટલની સામે ઝાલોદ તરફ જતાં હાઇવે પર ટર્ન લેવા જતાં તેઓએ સ્ટીઅરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પંકજભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓનુ ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. અકસ્માતની જાણ દાહોદ એએસપી જગદીશ બાંગરવા તેમજ દાહોદ રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત સ્થળે જામ થયેલા ટ્રાફિકને હલ કરી મૃતદેહને પી.એમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

અકસ્માતમા કચ્ચણઘાણ થયેલી ફોર વ્હીલર ગાડીને ક્રેનની મદદથી દાહોદ તાલુકા પોલીસ સ્ટેશન લઈ જઈ હાઇવેને ફરી ખુલ્લુ મુકવંવાંની કામગીરી હાથ ધરાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પંકજભાઈ પાંચેસરાની ઉમર આશરે ૪૮ વર્ષની છે અને તેઓ ઝાલોદ તાલુકા પંચાયતની કારઠ બેઠક પરથી પ્રથમ વખત ચૂંટાઈ આવ્યાં હતા. જે બાદ તેઓને સામાજીક ન્યાય સમિતિના ચેરમેન બનાવાયા હતા. તેઓનું અકાળે અવસાન થતા તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યુ છે અને તાલુકા પંચાયત તેમજ તાલુકા ભાજપમા પણ શોક છવાઈ ગયો છે.

Follow Me:

Related Posts