પાર્ટીમાં અવગણના થતી હોવાનો મનીષ તાવિયાડએ આરોપ મુક્યો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક એક નેતાઓ રાજીનામુ આપી રહ્યાં છે. ત્યારે દાહોદના ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ તાવિયાડનું રાજીનામું આપ્યુ છે. પાર્ટીમાં અવગણના થતી હોવાનો મનીષ તાવિયાડએ આરોપ કરતા રાજીનામું આપ્યુ છે.
આ સાથે આગામી સમયમાં કોંગ્રેસમાંથી વધુ રાજીનામાં પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના કદાવર નેતા અને ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ કોંગ્રેસને અલવિદા કહેશે તેવી માહિતી છે.બીજી તરફ દ્વારકાના મુળુ કંડોરિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાયા છે. મુળુ કંડોરિયા કોંગ્રેસની ટિકિટ પરથી લોકસભા અને વિધાનસભા ચૂંટણીની લડી ચૂક્યા છે. તેમજ મુળુ કંડોરિયા સાથે અન્ય કોંગ્રેસી અગ્રણીઓ પણ ભાજપમાં જાેડાયા છે.


















Recent Comments