ગુજરાત

દાહોદની સુખસર નદી ગાંડીતૂર થતા રસ્તા પર નદીના પાણી ફરી વળ્યાંદાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ અપાયું

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સવારથી જ વરસાદી માહોલ જાેવા મળ્યો છે. મેઘરાજાએ દાહોદને ઘમરોળ્યું નાંખ્યું છે. સમગ્ર દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ વધુ ખરાબ છે. અહીં ભારે વરસાદના કારણે નદી ગાંડીતૂર થતા રસ્તા પર નદીના પાણી ફરી વળ્યાં છે. દાહોદના સુખસરની ખારી નદીમાં કાર તણાઈ હતી. જેના કારણે ૫ લોકોના જીવ જાેખમમાં મૂકાયા હતા.

જાે કે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ઘર્યું હતું. દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવી ગયા છે અને તેમણે સોમવાર અને મંગળવાર ૨ દિવસની શાળાઓમાં રજા જાહેર કરી છે. દાહોદ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરતા બે દિવસ શાળાઓ કોલેજાેમાં રજા જાહેર કરાઈ છે. દાહોદ જિલ્લામાં દેવગઢબારીયાના ઉંચવાણમાં પાનમ નદીમાં પણ ચાર લોકો ફસાયા હતા. હેલિકોપ્ટરની મદદથી ચાર લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જીલ્લા કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તાબડતોબ રેસક્યુ માટેની કામગીરી હાથ ઘરી હતી.

Related Posts