ગુજરાત

દાહોદની ૧૬ વર્ષિય સગીરાનો એકલતાનો લાભ લઈ બળાત્કાર ગુજાર્યો

દાહોદના ધાનપુર તાલુકાની એક ૧૬ વર્ષ અને ૭ મહિનાની તરુણી તા.૨૮ જૂનના ઘરે એકલી હતી. તે દરમિયાન ઘોડાઝર ગામ નો રાહુલ ફતેસિંહ ઉર્ફે ફતા ભુરિયા બાઇક ઉપર આવ્યો હતો અને પોતાનો મોબાઇલ ચાર્જીંગ કરવાના બહાને તરૂણીના ઘરે આવ્યો હતો અને તરુણી એકલી હોય તેનો લાભ લઇ તેણીને બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી મારકુટ કરી તરુણીની ઓઢણી વડે તેનું મોઢુ દબાવી જમીન ઉપર પાડી દઇ તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. આ દરમિયાન તરૂણીના પિતા આવી પહોંચતાં નરાધામ રાહુલે તરુણીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની બાઇક લઇને ભાગી ગયો હતો. આ સંદર્ભે તરૂણીએ રાહુલ ફતેસિંહ ઉર્ફે ફતા ભુરિયા વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કરીઆગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામના નરાધામ યુવકે પોતાનો મોબાઇલ ચાર્જીંગ કરવાના બહાને તાલુકાના એક ગામના એક ઘરમાં ઘુસી તરુણીનું એકલી હોવાનો લાભ લઇ તરુણીની ઓઢણી વડે મોઢુ દાબી નીચે પાડી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ આ દરમિયાન તરુણીના પિતા આવી જતાં તરૂણીને મારી નાખવાની ધમકી આપી બાઇક લઇને નાસી ગયો હતો. આ સંદર્ભે તરુણીને યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં ધાનપુર પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

Follow Me:

Related Posts