દાહોદમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ:૩ની ધરપકડ
દાહોદ નજીક છાપરીમાં ઝાલોદ રોડ પર આવેલી સાંઇ પેવર પ્રોડક્ટ નામક ફેક્ટરીમાં દારૂ બનાવાતો હોવાની બાતમી એસ.પી હિતેશ જાેયસરને મળી હતી. જ્યાં ર્જીંય્ પી.આઇ એચ.પી કરેણ સહિતની ટીમે છાપો માર્યો હતો. જ્યાં બનાવટી દારૂ રોયલ સ્ટેગની ૫૦ પેટી અને છુટ્ટી ૧૦૦ મળીને કુલ ૨૫૦૦ ક્વાર્ટર મળ્યા હતાં. ૪.૫૦ લાખના નકલી દારૂ સાથે રોયલ સ્ટેગની ખાલી ૯૦ બોટલો, ૭૫ બુચ, ૪૨ ઢાકણ, સ્ટીકર ચોંટાડેલા ખાખી કલરની શીટો, બે ગળણી, ૪૪ ખાખી પુઠ્ઠા કબજે લીધા હતાં.
નકલી દારૂ બનાવતી ફેક્ટરી ધમધમાવતી ત્રિપુટીમાં શબ્બીર મોઢીયા જાતને પત્રકાર કહેવડાવતો હતો. અમીત પારેખના પિતા પોલીસ વિભાગમાંથી નિવૃત છે. અમિત થોડા સમય પહેલાં ગોધરામાં દારૂની હેરાફેરીમાં પકડાતા જામીન મુક્ત થઇને આવ્યો છે. સુખસરના ફોટોગ્રાફર કલ્પેશ દરજીની સાસરી લીમખેડા છે જ્યાં ફોટો સ્ટુડીયો શરૂ કર્યો છે. દસ વર્ષ પહેલાં સુખસર સ્થિત ફોટો સ્ટુડિયોમાં બે હજારની નકલી નોટ છાપવાના પ્રકરણમાં તે પકડાયો હતો. નકલી દારૂ બનાવવા માટે નિષ્ણાંત એવા બાંસવાડાના યુવકને ઉપયોગમાં લેવામાં આવતો હતો. રાજસ્થાની યુવકને દારૂ બનાવવા માટે મહેનતાણું અપાતું હતું કે તેમનો વેચાણમાં ભાગ હતો તે પોલીસની પુછપરછ બાદ જ જાણી શકાય તેમ છે. કેમીકલ ઇથેનીલ આલ્કોહોલ હોવાની શંકાઓ છે. ફેક્ટરીમાં મોકલાતા આ કેમીકલની ટેન્કરોમાંથી ચોરી કરીને આ કામ થતુ હોવાનું ભૂતકાળમાં જે ફેક્ટરીઓ પકડાઇ તેમાંથી સામે આવ્યુ છે. છાપરીમાંથી પકડાયેલુ આ કયુ કેમીકલ છે તે ન્ના રિપોર્ટ બાદ જાણી શકાશે તેમ ર્જીંય્ ઁૈં એચ.પી કરેણે જણાવ્યુ છે.
દાહોદથી માંડ બે કિમી દુર છાપરી ગામમાં ઝાલોદ હાઇવે પર પેવર બ્લોકની ફેક્ટરીની આડમાં ૧૦ દિવસ પહેલાં જ નકલી દારૂ બનાવવાનો શરૂ કરેલો ગોરખધંધો એસઓજીએ ઝડપી પાડ્યો હતો. પોલીસને નકલી દારૂની તૈયાર કરેલી ૨૫૦૦ બોટલો મળી આવી હતી. આ જથ્થો ગ્રામ પંચાયતની ચુંટણીમાં વહેંચણી માટે તૈયાર કરાયાની શંકા છે. પોલીસે દારૂ બનાવવાના ૧૩૦ લીટર લીક્વીડ સાથે કુલ ૫.૫૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. દારૂ બનાવવાના પ્રકરણમાં સુખસર, લીમખેડા અને ઝાલોદના ૩ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. અહીંથી એક વીજ બીલ તથા ગ્રીટ ડીલેવરી ચલણની ત્રણ નકલો, સાંઇ પેવર પ્રોડક્ટના નામના બે બીલ મળ્યા હતાં. દારૂ બનાવવા ઉપયોગમાં લેવા રાખેલ નાના-મોટા ૪ કારબામાંથી ૧૩૦ લીટર લીક્વીડ મળ્યુ હતું. પોલીસે ૫,૧૫,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગોરખધંધામાં જમીન ભાડે રાખી ફેક્ટરી ચલાવતા સુખસરના મેઇન બજારના શબ્બીર રહીમ મોઢીયા, ફેક્ટરીની દેખરેખ રાખનાર લીમખેડા માર્કેટ રોડનો કલ્પેશ ભોગીલાલ દરજી અને દાહોદ જીવનદીપ સોસાયટીનો અમીત જયેન્દ્ર પારેખ ઝડપાયા હતાં. દારૂ બનાવવા માટે રાખેલો રાજસ્થાનના બાંસવાડાનો નિષ્ણાંત નિરપાલસિંગ મળ્યો ન હતો. આ ચારે સામે ગુનો દાખલ કરાયો હતો.
Recent Comments