દાહોદમાં એક આચાર્ય ધો-૧ની વિદ્યાર્થિને કારમાં છેડતી કરી મોતને ઘાટ ઉતારી
લીમખેડા તા.૨૨ દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની માસૂમ ધોરણ-૧ની વિદ્યાર્થિનીની મળેલી લાશનો ભેદ ઉકેલી પોલીસે શાળાના આચાર્યની ધરપકડ કરી છે. આચાર્યએ પોતાની કારમાં માસૂમ વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરતા વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં કારમાં જ વિદ્યાર્થિનીને મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશને શાળામાં મૂકી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
દાહોદ જિલ્લા તેમજ સમગ્ર રાજ્યના શિક્ષણ જગતમાં ચકચાર જગાવનાર બનાવની વિગત એવી છે કે ત્રણ દિવસ પહેલાં તોયણી ગામે આવેલી પ્રાથમિક શાળામાંથી ધોરણ-૧માં અભ્યાસ કરતી છ વર્ષની માસૂમ બાળકીની લાશ સાંજે છ વાગે રહસ્યમય સંજાેગોમાં મળી હતી. પોલીસે બાળકીના મૃતદેહનું પીએમ કરાવતા તેનું મોંઢૂ દબાવી મોતને ઘાટ ઉતારી હોવાનું બહાર આવતા આ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જિલ્લાની એલસીબી તેમજ અન્ય બ્રાંચો અને ડોગ સ્કવોડ દ્વારા પણ તપાસ હાથ ધરાઇ હતી. પોલીસે બાળકની માતાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે દિવસે પુત્રીને શાળાના આચાર્ય ગોવિંદ નટે સાથે તેમની કારમાં મોકલી હતી. બાદમાં પોલીસે આચાર્ય અને શાળાના શિક્ષકોની પૂછપરછ કરી હતી. આચાર્યએ જણાવ્યું હતું કે બાળકીને હું મારી કારમાં બેસાડીને શાળામાં લાવ્યો હતો પરંતુ ગાડીમાંથી ઉતરીને ક્યાં ગઇ તેની મને ખબર નથી અને હું મારી રોજિંદી કામગીરીમાં લાગી ગયો હતો, સાંજે શાળા છૂટયા બાદ હું મારા ઘેર જતો રહ્યો હતો.
Recent Comments