દાહોદમાં એક બંધશાળામાંથી ધો.૧ની વિદ્યાર્થીની લાશ મળી આવી છેપોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી એફએસએલની મદદ વડે તપાસ શરૂ કરી

શાળાને સરસ્વતીનું મંદિર કહેવાય છે, ત્યારે દાહોદ જિલ્લાના પીપળીયા ગામની નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં હચમચાવી દેનાર ઘટના સર્જાઇ છે. શાળામાં ધોરણ ૧ માં અભ્યાસ કરતી ૬ વર્ષની વિદ્યાર્થીની લાશ મળી આવતાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘટનાસ્થળને કોર્ડન કરી એફએસએલની મદદ વડે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના પીપળીયા ગામની નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં આ જ વર્ષે વિદ્યાર્થીનીએ ધોરણ ૧ માં એડમિશન લીધું હતું. નિયતક્રમ મુજબ ૧૯ સપ્ટેમ્બર (ગુરૂવાર) સવારે ૧૦ વાગ્યે વિદ્યાર્થીની શાળાએ જવા નિકળી હતી. પરંતુ શાળાનો સમય પૂરો થઇ ગયો હોવાછતાં ઘરે પરત ફરી ન હતી. જેથી કરીને પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો અને શોધખોળ શરૂ કરી દીધી હતી. વિદ્યાર્થીનીના પરિવારજનો તપાસ કરવા માટે તોયણી પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સ્કૂલના મુખ્ય દરવાજાને તાળું લગાવેલું હોવાથી તેઓ દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન શાળામાંથી વિદ્યાર્થીની લાશ મળી આવી હતી. દિકરીનો મૃતદેહ જાેઇને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. ત્યારબાદ પરિવારજનો વિદ્યાર્થીને લઇને દવાખાને દોડ્યા હતા, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કરી હતી.
Recent Comments