ગુજરાતમાં ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. દૈનિક કેસો ૩ હજાર નજીક પહોંચી ગયા છે, ત્યારે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. મધ્ય ગુજરાતમાં એક પછી એક ગામોમાં સ્વયંભૂ લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લામા કોરોના સંક્રમણને લઇ લોકોમાં ભયનો માહોલ છે. વધતા કેસના પગલે ગામડાઓમાં લોકડાઉન લગાવાયું છે. વધુ ૩ ગામમાં લોકડાઉન થયું છે.
ફતેપુરા તાલુકાના કાળીયા વલુન્ડા, કરોડીયા પૂર્વ ગ્રામપંચાયતે લોકડાઉનનો ર્નિણય લીધો છે. ૧૦ દિવસનુ લોકડાઉન અપાયું છે. આવતી કાલથી ૧૦ દિવસ સુધી સવારે ૭ વાગ્યા થી બપોરે ૧ વાગ્યા સુધી જ વેપાર કરી શકાશે. ૧ વાગ્યા પછી સંપુર્ણ લોકડાઉન કરવાનો ગ્રામપંચાયતના સરપંચનો આદેશ છે.
અગાઉ ફતેપુરાના બલૈયામાં કોરોના સંક્રમણને નાથવા સ્વેચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આજથી ૮ એપ્રિલ સુધી ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. છ દિવસ માટે સવારના ૭થી ૧૦ વાગ્યા સુધી જ ધંધા-રોજગાર ચાલુ રાખી શકાશે. નિયમનો અનાદર કરનાર વેપારીને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવાનો ર્નિણય લેવાયો છે.


















Recent Comments