દાહોદમાં ગુડ્સ ટ્રેનના ૧૬ ડબ્બા પડી જતાં દોડધામ મચી
વડોદરાથી રતલામ તરફ જઈ રહેલી ગુડ્સ ટ્રેનના ૧૬ ડબ્બા દાહોદ પાસે મંગલ મહુડી રેલવે સ્ટેશન પાસે વચ્ચે ખડી પડ્યા હતા. જેથી આ અકસ્માત સર્જાતા જ રેલવે સ્ટેશનના હુટરો ગુંજી ઉઠ્તા દોડધામ મચી ગઈ હતી. આ રેલ અકસ્માતમાં ગુડ્સ ટ્રેનના ૧૬ ડબ્બા એક પર એક ચડી જતા રમમોટો કહી શકાય તેવી રેલ દુર્ઘટના સર્જાઈ હતી. બનેલા આ બનાવના પગલે દોઢ કિલો મીટર સુધી રેલવે લાઈન પર માલગાડીના ટુકડા જાેવા મળ્યા હતા. તેમજ રેલવેની ૨૫ હજાર મેગા વોટની વીજલાઇન પણ તૂટી જવા પામી હતી. જાેકે, આ રેલ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
બનાવની જાણ રેલવેના ઉચ્ચ અધિકારીઓને કરાતા રેલવેના ડીઆરએમ, સ્ટેશન માસ્ટર, સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને યુદ્ધના ધોરણે દિલ્હી મુંબઈ વચ્ચેનો બંધ પડેલો રેલ વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરીમાં જાેતરાયા હતા. આ અકસ્માત કયા કારણોસર થયો તે સત્તાવાર રીતે જાણવા મળ્યુ નથી. બીન સત્તાવાર રીતે એવુ કહેવાઈ રહ્યુ છે કે, કોઈ એક ડબ્બાના વ્હીલ લોક થઈ જતા અકસ્માત સર્જાયો હતો, પરંતુ તપાસ બાદ જ સાચુ કારણ જાણી શકાશે. આ રેલ અકસ્માતને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે.
અકસ્માત બાદ ૨૭ ટ્રેન ડાયવર્ટ કરાઈ છે. જ્યારે આજે વધુ ટ્રેન ડાયવર્ટ કરવી પડશે. તેની સાથે ૪ ટ્રેન રદ્દ કરાઇ છે. જાે તેમા પેસેન્જર ટ્રેન હશે તો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે તે નિશ્ચિત છે. આ રેલ અકસ્માતમાં રેલવે વિભાગને વ્યાપક નુકસાન થયુ છે. રેલવે ટ્રેકને પણ નુકસાન થયુ છે. તેવી જ રીતે વીજ લાઈનની પણ ક્ષતિગ્રસ્ત થતા તેનું પણ નુકસાન થયુ છે તેવુ રતલામ ડિવિઝનના ડીઆરએમ વિનીત ગુપ્તાએ જણાવ્યુ હતું.
દાહોદ નજીક મંગલ મહુડી ગામે પસાર થતા દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર મોટો રેલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ગુડ્સ ટ્રેનના ૧૬ ડબ્બા ખડી પડ્યા હતા. જેના પગલે દિલ્હી મુંબઈ વચ્ચે બંને તરફનો રેલ વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે. જાેકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અકસ્માતને લઇને ૨૭ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે ૪ ટ્રેન રદ્દ કરાઇ છે.
Recent Comments