૩ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ફસાયો આ બનાવની વિગત મુજબ આ કેસના ફરીયાદી અને તેમના ભાઇની દાહોદ ખાતે નોધાયેલ ગુનાના કામે ઘરપકડ થઈ હતી. જેમાં ફરીયાદીને તા.૦૪/૧૦/ર૦ર૪ ના રોજ જામીન મળેલ અને તા.રર/૧૦/ર૦ર૪ ના રોજ ગુજરાત હાઇકોર્ટમાંથી ફરીયાદીના ભાઇના જામીન મંજુર થયા હતા.જેમાં ડોકી સબજેલનો શેરો મરાવવો જરૂરી હોવાથી ફરીયાદીએ ડોકી સબ જેલ ખાતે શેરો મરાવવા ગયા હતા.
તે સમયે દાહોદ સબ જેલ ડોકીના ઈન્ટાર્જ જેલ અધિક્ષક ફિરોઝખાન એસ.મલેકે તમારા ભાઇના જેલ મુકત કરવાના રૂા.૧૦૦૦૦/- આપવા પડશે તેમ જણાવ્યું હતું. ફરીયાદી પાસે જે તે સમયે રૂા.૭૦૦૦/- હતા તે તેમણે આપેલા અનેબાકીના રૂા.૩૦૦૦/- ફરીયાદીશ્રીએ તા.ર૮/૧૦/ર૦ર૪ આપવા જણાવેલ જે નાંણા ફરીયાદી મલેકને આપવા માંગતા ન હતા. આથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)માં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે અધિકારીઓેએ દાહોદ સબ જેલ ડોકી ખાતે જાળ બિછાવી રૂ. ૩,૦૦૦ ની લાંચ લેતા ઈન્ચાર્જ જેલ અધિક્ષક ફિરોઝખાન મલેકની રંગેહાથ ઝરપકડ કરી હતી.


















Recent Comments