દાહોદમાં પ્રેમસંબંધમાં જોકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાની અદાવતે ત્રણ મહિલા સહિત ચાર ઈસમોએ યુવતીના પરિવારના વ્યક્તિ પર કર્યો હુમલો
દાહોદ શહેરમાં એક યુવક એક યુવતીના પ્રેમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાેં હતો જે બાબતની અદાવત રાખી ત્રણ મહિલાઓ સહિત ચાર ઈસમોએ યુવતીના પરિવારજના એક વ્યક્તિને લાપટો ઝાપટો મારી તેમજ ગડદાપાટ્ટુનો માર મારી ઈજાઓ પહોંચાડતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. દાહોદ શહેરના યાદવ ચાલ ખાતે રહેતાં ચંદ્રકલાબેન ઉર્ફે છમ્મો રાજુભાઈ યાદવના પુત્ર મહાવીરને પોતાના વિસ્તારમાં આવેલ એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને દોઢેક માસ અગાઉ મહાવીર યુવતીના પ્રેમમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જે મામલે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી અને જેમાં દાહોદ શહેરના યાદવ ચાલ ખાતે રહેતાં ધીરજભાઈ ઉર્ફે કાલીયા ગણેશભાઈ યાદવ તથા અન્ય બીજા બે ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાંઈ હતી અને કોર્ટમાંથી જામીન મુક્તિ પણ મળી ગઈ હતી ત્યારે ગત તા.૦૮મી મેના રોજ ધીરજભાઈ ઉર્ફે કાલીયા તથા તેમની સાથે તેમનો મિત્ર દિપક અશોકભાઈ યાદવ એમ બંન્ને જણા દાહોદ શહેરના મહાલક્ષ્મી ફુટવેર પાસે રાત્રીના અગીયારેક વાગ્યાના આસપાસ બેઠા હતાં ત્યારે ચંદ્રકલાબેન ઉર્ફે છમ્મો, ગીતાબેન છોટાલાલ યાદવ, લક્ષ્મીબેન દશરથભાઈ યાદવ અને દિલીપભાઈ શંકરલાલ યાદવ એમ ચારેય જણા ધીરજભાઈ પાસે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, મારા છોકરા મહાવીરને તે મારી નાંખ્યો છે, અહીં કેમ આવ્યો છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ ચારેય જણાએ ભેગા મળી ધીરજભાઈ સાથે ઝપાઝપી કરી, લાપટો ઝાપટા મારી અને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવી મારી નાંખવાની ધમકીઓ આપતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ સંબંધે ઈજાગ્રસ્ત ધીરજભાઈ ઉર્ફે કાલીયા ગણેશભાઈ યાદવે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments