ગુજરાત

દાહોદમાં ફોન પર વાત કરતા યુવતીને જાહેરમાં ઢોર માર મરાયો

દાહોદમાં હજુ થોડા દિવસો પહેલાં જ એક પ્રેમી સાથે ભાગી ગયેલ પરિણીતાનો વીડિયો વાઈરલ થયો હતો. તે ઘટનાના થોડા દિવસો બાદ એક યુવકનું મુંડન કરવામાં આવ્યું હતું. તેવામાં દાહોદમાંથી ફરી એક ચોંકાવનારો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં ફોન પર વાત કરતી યુવતીને જાહેરમાં ઢોર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.


દાહોદના ધાનપુરા તાલુકાના ભુવેરો ગામની આ ઘટના છે. જેમાં ગામની યુવતી ફોન પર વાત કરતાં જાહેર પંચની સામે તેને તાલિબાની સજા આપવામાં આવી હતી. અને બધા વચ્ચે જ તેને ઢોર મારવામાં આવ્યો હતો. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ મામલે વીડિયો વાઈરલ થતાં પોલીસે ૧૨ લોકોની સામે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, દાહોદમાં છાશવારે આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. અગાઉ પરિણીતાના વાયરલ વીડિયોનો મામલો સીએમ રૂપાણી સુધી પહોંચ્યો હતો. અને આ મામલે સીએમ રૂપાણીએ સખત કાર્યવાહીના આદેશ પણ આપ્યા હતા. આ ઉપરાંત મહિલા આયોગની ટીમે પણ પીડિતાની મુલાકાત લીધી હતી. તેવામાં દાહોદના છેવાડાના ગામોમાં સદંતર જાગૃતિનો અભાવ જાેવા મળી રહ્યો છે. અને હવે ક્યારે મહિલાઓ પરનાં આવા અત્યાચારોની ઘટનાઓ કાબૂમાં આવશે તે જાેવું રહ્યું.

Related Posts