fbpx
ગુજરાત

દાહોદમાં સામુહિક દુષ્કર્મથી પંથકમાં ચકચાર ફરી ફરિયાદ


દાહોદ શહેરમાં સામુહિક દુષ્કર્મનો કેસ સામે આવતા ચકચાર મચી ગઇ છે. દાહોદમાં રહેતી એક સગીરા પર ૨૦૧૯ માં ૨ જુલાઇથી ૨૫ જુલાઇ સુધી શહેરના નુર મસ્જીદ પાસે પિંજારવાડા, કસ્બા, મેમુનગર ખેરૂનીશા મસ્જીદ નજીક ૧૫ જેટલા યુવકોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ગુનામાં ૨ મહિલાઓની સંડોવણી પણ સામે આવી છે. જેમાં મતિ નયનભાઈ કાજી, નિજામ રાજુભાઈ કાજી, જુનેદ ઉર્ફે લલ્લી બાબુભાઈ શેખ, અબ્દુલ અજીજ ઉર્ફે અદુલ મોહમદ જાહીર કુરેશી, સાહીદબેગ ઉર્ફે સાહીદબાબા સબ્બીરબેગ ર્મિજા, મોઈનુદ્દીન ખતરી, અજરૂદ્દીન ખતરી, હસનબાબા, મઝહરકાજી, હૈદર કુરેશી, સહેબાજ શેખ, જાબીર સૈયદ, ઈશરાર ઉર્ફે ઈસ્સુ, ગુજ્જુ ઘાંચી, મુસ્કાન,બીરદોશી નિજામ રાજુભાઇ કાજીની પત્ની, નિજામ રાજુભાઇ કાજીની માતા બે મહિલાઓ સાથે મળીને ૧૫ યુવકોએ સગીરા પર તેના ઘર તથા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દુષ્કર્મ આચર્યું હતું.

દાહોદ શહેરમાં જ રહેતા ૧૫ ઇસમો સામે એક સગીરા પર સામુહિક દુષ્કરમ આચર્યું હોવાની ફરિયાદ દાખલ કરી છે. ૨ મહિલાઓ વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે. સગીરાને તેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. તો બીજી તરફ ઘટના વર્ષ ૨૦૧૯ માં બની હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. હાલ તો પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યો છે. દુષ્કર્મ ગુજાર્યા બાદ ૧૫ ઇસમો અને ૨ મહિલા દ્વારા સગીરાને શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હતો. આરોપીઓએ દુષ્કર્મ ગુજારતા હોય તેવા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારી હતી. જેના કારણે સગીરા માનસિક રીતે પરેશાન હતી. હાલ તો આ અંગે સગીરાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તમામ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

Follow Me:

Related Posts