સમગ્ર શિક્ષણ જગતને શર્મશાર કરતી અને કાળજુ કંપાવનારી દાહોદ ખાતે માસુમ દિકરીની હત્યા તથા રાજ્યમાં શૈક્ષણિક કેમ્પસમાં દિકરી પરના અત્યાચાર અંગે સઘન પગલા ભરવાની માંગ સાથે આજરોજ રાજીવ ગાંધી ભવન થી વિવેકાનંદજીની પ્રતિમા સુધીની ન્યાય પદયાત્રા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં યોજાઈ હતી. ન્યાય પદયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, કોંગ્રેસ પક્ષના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને બેટી બચાવો કોનાથી ? ભાજપ થી….ભાજપથી… અને ભાજપ સરકારમાં સતત કથળી રહેલી કાયદો વ્યવસ્થાની સ્થિતી પર ભારે સૂત્રોચ્ચાર સાથે જોડાયા હતા.
સરકાર બેટી પઢાઓની વાતો કરે છે પણ જે રીતની ઘટનાઓ બની રહી છે ત્યારે ગુજરાતના વાલીઓ અને જનતાને બેટી બચાવોની ફરજ પડી રહી છે. દાહોદ જિલ્લાના સિંઘવડમાં ૬ વર્ષની દીકરીની જે રીતે કરપીણ હત્યા થઈ છે તે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખે તેમ છે. દીકરીને હત્યા કરનાર તેની શાળાના આચાર્ય હતા. કેટલાક ફોટો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. ગોવિંદ નટ્ટના સંઘના ગણવેશમાં શિબિરમાં ભાગ લેતા ફોટો જોવા મળ્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદની શિબિરમાં ભાગ લેતા જોવા મળે છે નરાધમ. શું સંઘ અને વીએચપી આ પ્રકારના લોકો માટે કોઈ વિરોધ દર્શાવશે ? શું ભાજપના બનાવટી લોકો, દાહોદની દીકરી માટે કેન્ડલ માર્ચ કાઢસે ખરા? પાટણના બળાત્કારની ઘટનામાં ભાજપ યુવા મોરચાનો પદાધિકારી પકડાય, રાજકોટના આટકોટમાં વિદ્યાર્થિની જોડે બનેલ દુષ્કર્મમાં ભાજપના પદાધિકારીનું નામ આવે. આ ઘટનાઓ દર્શાવે છે કે ભાજપનો ખેસ પેહરો એટલે ગુનો કરવાનો પરવાનો મળે તેવું લાગે છે. ગુજરાત રાજ્યમાં દીકરીઓ ભાજપના કુશાશનમાં સુરક્ષિત નથી આ કિસ્સાઓ થી વધુ એકવાર સ્પષ્ટ થાય છે. રાજ્યમાં બનેલ ઘટનાઓએ શિક્ષણજગતને શરમસાર કરી છે અને વાલીઓને ચિંતામાં મૂકી દીધા છે કે ભરોસો મૂકવો કોની ઉપર?
સબ સલામત અને સુરક્ષિત ગુજરાતની માત્ર જાહેરાતો કરતી ભાજપના રાજમાં ગુજરાતની મહિલાઓ સુરક્ષિત નથી, બેટી બચાવોની માત્ર જાહેરાત જ છે. અપહરણ, બળાત્કાર, ઘરેલું હિંસા, દહેજ મુત્યુ અને શોષણ, મહિલાઓ પર એસિડથી પણ હુમલા, મહિલાઓનું ટ્રાફિકિંગ, મહિલાઓ સાઈબર ક્રાઈમ સહિતના ગુન્હાઓ થઇ રહ્યા છે. દેશમાં ૯ વર્ષમાં મહિલાઓ પર દુષ્કર્મના ૩ લાખથી વધુ અને ગુજરાતમાં ૫૫૬૦ થી વધુ કેસ નોધાયા છે. મહિલા સુરક્ષાની વાતો-જાહેરાતો વચ્ચે ગુજરાતમાં સરેરાશ દર વર્ષે ૮૦૦૦ જેટલા મહિલા વિરુધ ગુન્હાઓ નોધાય એટલે કે દર મહીને સરેરાશ ૬૭૦ થી વધુ અને દરરોજ ૨૨ થી વધુ મહિલા વિરુધના ગુન્હાઓ નોધાય છે. ગુજરાતમાં દરરોજ ૬ દીકરીઓ પર બળાત્કારની ઘટનાઓ બને છે શું આ છે સલામત ગુજરાત ?
સમગ્ર શિક્ષણ જગતને શર્મશાર કરતી અને કાળજુ કંપાવનારી દાહોદ ખાતે માસુમ દિકરીની હત્યા તથા રાજ્યમાં શૈક્ષણિક કેમ્પસમાં દિકરી પરના અત્યાચાર અંગે ભાજપ સરકાર ક્યારે સઘન પગલા ભરશે ? સમગ્ર ગુજરાત રાજ્યમાં વધતા જતા માસુમ દિકરીઓ પરના દુષ્કર્મ અને જાતીય સતામણીના વધતા કિસ્સા વાલીઓ માટે પણ ચિંતાનો વિષય છે. શાળા અને કોલેજોમાં વાલીઓ પોતાની દિકરીઓને અભ્યાસ કરવા મોકલે છે ત્યારે તેની સાથે જ્યારે આવી કાળજુ કંપાવનારી ઘટનાઓ બને ત્યારે શૈક્ષણિક સંકુલોમાં દિકરીઓની સલામતિ માટે ગંભિર પગલા ભરવાનો સમય પાકી ગયો છે. દાહોદ અને અન્ય શૈક્ષણિક સંસ્થામાં છેલ્લા 100 કલાકમાં બનેલી ઘટનાઓ અંગે સંડોવાયેલા નરાધમો સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને સમગ્ર કેસ ફાસ્ટ-ટ્રેકમાં ચલાવવામાં આવે જેથી દાખલારૂપ સજા થાય તે રીતે કાર્યવાહી કરવામાં આવે. દાહોદની શાળામાં આચાર્ય દ્વારા આચરેલું કૃત્ય શિક્ષણજગતને શર્મસાર કરે તેવી ઘટના છે. દાહોદની સાથે બોટાદ, અમદાવાદ, રાજકોટ માં શિક્ષણ સંસ્થાનમાં જાતીય સતામણીની ફરિયાદ ઉઠી છે ત્યારે કોની ઉપર ભરોસો મૂકવો તે સવાલ થાય છે. ગુજરાત રાજ્યમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ ઉપર છે. આ પ્રકારના બનાવોમાં શિક્ષણ વિભાગ લીપાપોતી કરવાને બદલે સંગીન પગલાં ભરે તેવી માંગ છે કર્મયોગી જેવી અનેક તાલીમોમાં લાખો રૂપિયા ખર્ચી નાખવામાં આવે છે ત્યારે કઈ પ્રકારની તાલીમ આ કૃત્ય આચરનાર નરાધમ શિક્ષકો મેળવી રહ્યા છે?
વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, અ.મ્યુ.કોર્પો. ના નેતાશ્રી શેહજાદખાન પઠાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતાશ્રી સોનલબેન પટેલ, મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી જેનીબેન ઠુંમર, શ્રી બિમલભાઈ શાહ, ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, શ્રી અશોક પંજાબી, શ્રી નિશિત વ્યાસ, શ્રી રઘુ દેસાઈ, ડૉ. મનિષ દોશી, શ્રી પંકજભાઈ શાહ, શ્રી બળદેવભાઈ લુણી, શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હેમાંગ રાવલ, શ્રી હિમાંશુભાઈ પટેલ, શ્રી પાર્થિવરાજસિંહ કઠવાડીયા, શ્રી ઉમાકાંત માંકડ, શ્રી ઈકબાલ શેખ, શ્રી સી.એમ. રાજપુત, શ્રી ભરતભાઈ મકવાણા, શ્રી ભૂમન ભટ્ટ, શ્રી કિરણ પ્રજાપતિ, શ્રી કામિનીબેન સોની, શ્રી જ્યોર્જ ડાયસ, શ્રી જગદીશ રાઠોડ, શ્રી હેતાબેન પરીખ, શ્રી નેહલ દવે, શ્રી ભીખુભાઈ દવે સહિત મોટીસંખ્યામાં કાર્યકરો આગેવાનો દીકરીઓને ન્યાય મળે તે માટે ન્યાય પદયાત્રામાં જોડાયા હતા અને વિવેકાનંદજીની પ્રતિમા સમક્ષ બે મીનીટનું મૌન પાળીને દાહોદની ઘટનામાં દિકરીને ન્યાય મળે તે માટે શપથ લીધા હતા.
Recent Comments