fbpx
ગુજરાત

દાહોદ જિલ્લાના અસંખ્ય વિદ્યાર્થીઓના ટપાલ કવર નડિયાદ પોસ્ટ ઓફિસમાંથી મળી આવ્યાં

નડિયાદમાં વિદ્યાર્થી એજ્યુકેશન સહાય ટ્રસ્ટના નામે ચાલતી એક સંસ્થા દ્વારા દાહોદના વિદ્યાર્થીઓને ૫૦૦૦ રૂપિયાની સહાય આપવા માટે ૧૦૦ રૂપિયાના મનીઓર્ડર અને દસ્તાવેજ મંગાવતા મેસેજ મોકલવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લામાં આશરે ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આ મેસેજને પગલે નડિયાદમાં મનીઓર્ડર મોકલ્યા હતા અને તમામ દસ્તાવેજાે લઈને ટપાલ કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં તેમને જાણવા મળ્યું હતું કે તેઓ છેતરાયા છે. સરકાર તરફથી આવી કોઈ યોજના ચાલતી ન હોવાનું દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. ખેડા જિલ્લા શિક્ષણાધિકારીને આ પ્રકારની છેતરપિંડી અંગે કોઈ માહિતી ન હોવાનું તેમણે કહ્યું હતું. દાહોદ જિલ્લાની વિવિધ ટપાલ કચેરીઓમાં ભીડ જાેવા મળી હતી. ફોર્મ સાથે વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ કવરમાં ૧૦૦ રૂપિયા મૂકીને સાથે લાઈટબિલ, આધારકાર્ડ સહિતના પુરાવા લઈને પહોંચ્યા હતા.વિદ્યાસહાયની આશામાં દાહોદથી ભોળાભાવે અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓએ સ્પીડપોસ્ટ અને રજિસ્ટર્ડ એડી નડિયાદમાં મોકલી આપ્યા છે. વિદ્યાર્થી એજ્યેકશન સહાય ચેરિટેબલ ટ્રસ્ટ નામની બોગસ સંસ્થાએ નડિયાદના વર્ગો કોમ્પલેક્સનું એડ્રેસ ફોર્મ સાથે આપ્યું છે, પણ તે સરનામાની દુકાન બંધ હોવાથી વિદ્યાર્થીઓના સેંકડો કવરો ધૂળખાતા નડિયાદની પોસ્ટઓફિસમાં પડયા છે.

વિદ્યાર્થી એજ્યુકેશન સહાય ચેરિટેબલ ટ્રસ્ટના નામે નડિયાદના સરનામે સત્તાવાર સંસ્થા રજિસ્ટર થઈહોય તેવો ભ્રમ ઊભો કરવા ફોર્મ પર નોંધણી નંબર લખવામાં આવ્યો છે, જાેકે તે પણ બનાવટી લાગી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે દરેક સત્તાવાર સંસ્થાના સાચા નોંધણી નંબર સાથે કૌંસમાં જિલ્લાનું નામ લખેલું હોય છે, પણ આ સંસ્થાજાે નોંધાયેલી હોય તો તે કયા જિલ્લાની છે તેવું કશું લખ્યું નથી. જાેકે આ મામલા અંગે નડિયાદ ચેરિટી કચેરીમાં સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થી એજ્યુકેશન સહાય ચેરિટેબલ ટ્રસ્ટ નામની કોઈ સંસ્થા ખેડા જિલ્લા કચેરી ખાતે રજિસ્ટર નથી. સંસ્થાના ફોર્મ પર આપેલા રજિસ્ટ્રેશન નંબરથી પણ જિલ્લામાં કોઈ સંસ્થા નોંધાયેલી નથી. મૂળ બહુચરાજીના અને અમદાવાદ રહેતા શૈલેષભાઈ બી. પટેલ દ્વારા આશરે વરસ પહેલાં આ જ મોડસ ઓપરેન્ડીથી શિષ્યવૃત્તિ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં શિષ્યવૃત્તિ આપવાના બહાને વિદ્યાર્થીઓ પાસે ફોર્મ ભરાવીને ૫૦-૫૦ રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા.

જાેકે તે મામલે સત્તાવાર ફરિયાદ નોંધાતા અંતે મામલો પોલીસમથકે પહોંચ્યો હતો. જેમાં તપાસ પછી ચાર્જશીટ પણ ફાઈલ કરવામાં આવી છે. આરોપી અત્યારે જામીન પર બહાર હોવાનું જાણવા મળ્યું છે. તે સમયે પણ વિદ્યાર્થી એજ્યુકેશન સહાય ચેરિટેબલ ટ્રસ્ટના નામથી જ નડિયાદના સિલ્વરલાઈન કોમ્પલેક્સમાં ઓફિસ ખોલીને છેતરપિંડી આચરવામાં આવી હતી.નડિયાદની જ એક ચેરિટેબલ સંસ્થાએ દાહોદના વિદ્યાર્થીઓને લૂંટયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. દાહોદ જિલ્લાના અસંખ્ય વિદ્યાર્થીઓના કવરોના ઢગલેઢગલા હાલ નડિયાદ પોસ્ટઓફિસમાં ખૂણે પડયા છે. ગત વરસની જેમ હાલમાં પણ નડિયાદ પોસ્ટ ઓફિસમાં વર્ગો કોમ્પલેક્સ,નડિયાદના સરનામે આવતા કવરોનો ઢગલો થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે. આ સરનામે આવેલી દુકાન બંધ હોવાથી તે કવરોનો ભરાવો નડિયાદ પોસ્ટ ઓફિસમાં થઈ રહ્યો છે.

Follow Me:

Related Posts