દેવગઢબારીયા તાલુકાની પંચેલા ગામમાં છેલ્લા ૨૦ વર્ષથી ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઇ નથી, તેનું મુખ્ય કારણ ગામના સરપંચ ભરતભાઈ ભરવાડે ગામને વિકાસ તરફ આગળ વધાર્યું છે. પંચેલા ગામમાં ૯ ફળિયા આવેલા છે. ૯ ફળીયામાંથી ૫ ફળીયામાં બોર વિથ મોટરના સહારે ઘરે ઘરે પીવાનું પાણી મળી રહ્યું છે, જ્યારે અન્ય ૪ ફળીયામાં સરકારની યોજના નળ સે જલ યોજના અંતર્ગત ૪ ફળીયામાં પીવાનું પાણી આવનાર સમયમાં મળી રહેશે. પંચેલા ગામના લોકો મુખ્યત્વે ખેતી, પશુપાલન, અને શાકભાજીના વ્યવસાય થી લોકો પોતાની આજીવીકા મેળવે છે. માટે સિંચાઇના પાણી માટે ગામમાંથી પસાર થતી કડાણા જળાશય યોજના પણ ઉપલબ્ધ છે. ગામમા ભુગર્ભ ગટર યોજના પણ છે તેમજ રોડ, રસ્તા પાકા છે. મોટા ભાગના ફળિયાઑમા સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ છે.ગામને જાેતા રમણીય લાગે છે અને સ્વચ્છતા પણ રાખવામા આવે છેદેવગઢબારીયા તાલુકાની પંચેલા ગામમાં છેલ્લા ૨૦ વર્ષમાં એક પણ સરપંચની ચૂંટણી યોજાઇ નથી, છેલ્લા ૪ ટર્મથી પંચેલા ગ્રામપંચાયત સમરસ થાય છે. સરપંચ પદે પણ એક જ ઉમેદવાર બિનહરીફ વિજેતા થાય છે તે મુખ્ય વિશેષતા છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અમદાવાદ- ઈન્દોર હાઇવે ઉપર પિપલોદને અડીને આવેલું પંચેલા ગામ છે. પંચેલા ગામની વસ્તી ૪૫૦૦ છે. જેમાં ૯૦% બક્ષીપંચ સમાજના લોકો વસે છે જ્યારે ૧૦ % આદિવાસી સમાજ અને વણઝારા સમાજ વસે છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાની પંચેલા પંચાયત ચોથી વાર સમરસ બની


















Recent Comments