fbpx
ગુજરાત

દાહોદ જિલ્લામાં લેટરપેડનો દૂરઉપયોગ કરી કોઈએ બદલીનો નકલી પત્ર લખ્યો

રાજ્યભરમાં નકલીની બોલબાલા વધી રહી છે. ખાધ પદાર્થો નકલી આઈપીએસ અને સૌથી ચકચાર જગાવનાર નકલી કચેરી બાદ દાહોદમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખનો નકલી લેટર પણ સામે આવ્યો છે. વાત છે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા કે જેઓ જિલ્લા પંચાયત દાહોદના પ્રમુખ પદે નિયુક્ત હતા. ૧૬ સપ્ટેમ્બરના રોજ તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ ૨૫ સપ્ટેમ્બરના રોજ તેમના લેટરપેડ ઉપર એક પત્ર લખાયો હતો.

જેમાં જણાવાયું હતું કે જિલ્લા આયોજન કચેરી ખાતે સંશોધન અધિકારી તરીકે નિયુક્ત કે.સી. ચોટલીયા દ્રારા એમ.એલ એ ગ્રાન્ટ માથી કાર્યકર્તાઑ પાસે વિવિધ પ્રકારની માંગણીઑ કરવામાં આવે છે અને મનસ્વી રીતે વર્તન કરી ફરજ બજાવતા હોય જેથી પ્રજાલક્ષી યોજનાની કામગીરી વિક્ષેપ પડતો હોવાથી તાત્કાલિક બદલી કરી અન્ય અધિકારીની નિમંણૂકની રજૂઆત કરાઇ હતી. જ્યારે આ અધિકારીની બદલી થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેમાં પૂર્વ પ્રમુખ શીતલ વાઘેલાએ વળતો પત્ર સચિવને લખીને જાણ કરી હતી કે ૨૫ સપ્ટેમ્બરનો લેટર તેમના દ્રારા નથી લખાયો. તેમના લેટરપેડનો દૂરઉપયોગ કરી કોઈએ નકલી પત્ર લખ્યો હોવાનું જણાવ્યુ હતું. સમગ્ર મામલે ઘટસ્ફોટ થતાં સમગ્ર દાહોદ જિલ્લામાં હડ્‌કંપ મચી ગયો હતો. નકલી નકલીની વચ્ચે હવે નકલી લેટર કાંડ સામે આવતા અનેક ચર્ચાઑએ જાેર પકડ્યું છે.

Follow Me:

Related Posts