દાહોદ જીલ્લાના દેવગઢ બારીયામાં મોટી ખજૂરી ગામે ડેમ ફળીયામાં મંજુલાબેન દીલિપભાઈ દાહોદના દેવગઢ બારીયામાં પરણિતાના આપઘાત મામલામાં મોટો ખુલાસો થયો છે. પરિણીતાએ આપઘાત કર્યાની મનઘડંત વાર્તા કહેનાર પતિ જ હત્યારો નીકળતા પોલીસે હત્યામો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દાહોદ જીલ્લાના દેવગઢ બારીયામાં મોટી ખજૂરી ગામે ડેમ ફળીયામાં મંજુલાબેન દીલિપભાઈ બારીયા એ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જાેકે, મૃતકના પરિવારજનોએ તેના પતિ પર આક્ષેપો કર્યા હતા, તેથી પોલીસે આ દિશામાં પણ તપાસ આગળ વધારી હતી. જેમાં મહિલાના મોત અંગે ખુલાસો થયો છે. મૃતદેહને પી.એમ. અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખસેડાયો હતો, જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરાઇ હોવાનું બહાર આવતાં દેવગઢ બારીયા પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
દાહોદ જીલ્લાના દેવગઢ બારીયામાં એક પરણિતાએ અન્ય કારણો સર આત્મહત્યા કરી

Recent Comments