ડિસેમ્બરના છેલ્લા બે દિવસ હોવા છતાં ઠંડી ક્યાં? હવે તો સૂરજનારાયણ પણ જાણે કહેતા હોય કે હું ગરમ છું એ જ બરાબર છે મારે ઠંડી નથી જોઇતી.. આ લખાય છે ત્યારે લગભગ પોણા છ ના સમયે લીધેલી આ તસવીર અને મૌસમનો મિજાજ જાણે પૂછે છે કે ભાઈ તમારો શિયાળો ક્યાં ખોવાયો છે? આમ ગણીએ તો સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં ઠંડી હોય છે.
પરંતુ આ બદલતાં ઋતુ ચક્રમાં હવે એ કહેવું મુશ્કેલ થાય છે કે ડિસેમ્બરમાં ઠંડી હોય જ.. પ્રસ્તુત તસવીર સાવરકુંડલા શહેરની આંખની હોસ્પિટલ આસપાસની છે. બસ આવો જ જો મૌસમનો મિજાજ રહ્યો તો પછી કેલેન્ડરમાં શિયાળો ઓળખવો અઘરો બનશે. કદાચ આવી પરિસ્થિતિનું નિર્માણ પ્રકૃતિના દોહનને કારણે તો નહીં હોયને?
Recent Comments