અમરેલી

દિર્ધાયુ મહાયજ્ઞમાં આજ વિધીવત યજ્ઞ કુંડનું નિર્માણ કાર્ય શુભ મુહર્તમાં કરવામાં આવ્યું

દિર્ધાયુ મહાયજ્ઞમાં આજ વિધીવત યજ્ઞ કુંડનું નિર્માણ કાર્ય શુભ મુહર્તમાં કરવામાં આવ્યું. જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસ નિમીતે યોજાનાર મહાયજ્ઞમાં આજે વિધીવત યજ્ઞ કુંડનું નિર્માણ કાર્ય શુભ મુહર્તમાં કરવામાં આવ્યું. બે ભવ્ય ડોમ પણ હવે પૂર્ણતાના આરે છે બંને ડોમ સંપૂર્ણ વોટર પ્રૂફ તૈયાર કરવામાં આવ્યા છે. યજ્ઞમાં ભાગ લેવા માટે આજે ખૂબ મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકો સુરેશભાઇ પાનસુરીયાના કાર્યાલયે ઉમટી પડ્યા હતા. આ કાર્યક્ર્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પંકજભાઈ મોદી પણ ઉપશ્થિત રહેશે તેવી માહિતી સૂત્ર તરફ થી જાણવા મળેલ છે. કાર્યક્ર્મનું આગામી ૧૭ સપ્ટેમ્બરના રોજ છે. યજ્ઞનો સમય સવારના ૮ વાગ્યાનો અને કાર્યક્ર્મનો સમય સાંજના ૪ કલાકે છે.

Related Posts