દિલકશ અદાઓ સાથે આલિયાએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ
આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર તેના હાલના ફોટોશૂટની બે તસવીરો શેર કરી છે. જેમાં તે પિંક કલરના ડ્રેસ, બ્લેક કલરના પેન્ટ અને બ્લેક કલરના જેકેટમાં જાેવા મળી રહી છે. આ બે તસવીરોમાં આલિયા ભટ્ટ તેનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. આ ઉપરાંત કેમેરા સામે દિલકશ અદાઓ દેખાડી રહી છે. ત્યારે આલિયા ભટ્ટના ચહેરા પર પ્રગ્નેન્સીનો ગ્લો પણ આ તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરવાની સાથે લખ્યું છે કે, લાઈટ ટૂંક સમયમાં આવી રહી છે. આ ઉપરાંત તેણે બ્રેકેટમાં લખ્યું- આગામી ૨ અઠવાડિયામાં ૯ સપ્ટેમ્બરના બ્રહ્માસ્ત્ર રિલીઝ થઈ રહી છે. આલિયા ભટ્ટની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ વાયરલ થઈ રહી છે.
ત્યારે આ તસવીરોને માત્ર ૧૬ મિનિટમાં ૨,૦૩,૦૦૦ થી વધુ લાઈક્સ મળી છે. આ ઉપરાંત ફેન્સ આલિયાની આ તસવીરો પર કોમેન્ટોને વરસાદ કરી રહ્યા છે. તસવીર પર કોમેન્ટ કરતા નેહા ધૂપિયાએ લખ્યું- બ્યુટી ફૂલ, તો બિપાશા બાસુએ ૫ હાર્ટવાળા ઇમોજી કોમેન્ટ કર્યા છે. આ ઉપરાંત રિદ્ધિમા કપૂર સાહનીએ લખ્યું- ગ્લો બ્યુટી, તો અન્ય એકે લખ્યું- આ લાઈટ તમારા બેબી માટે છે. આ ઉપરાંત અન્ય એક લખ્યું- સ્વીટ. હાલ આલિયા ભટ્ટના ઘરમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. આલિયા ભટ્ટની ફિલ્મ ૯ સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે.
આ ફિલ્મમાં આલિયાના પતિ અને એક્ટર રણબીર કપૂર મહત્વની ભૂમિકામાં જાેવા મળી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન તેના ખાસ મિત્ર અયાન મુખર્જીએ કર્યું છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મ ત્રણ ભાગમાં બનાવવામાં આવશે. આ ઉપરાંત આલિયા ભટ્ટ પ્રેગ્નેન્ટ પણ છે. ત્યારે આ બેવડી ખુશીનો આનંદ આલિયા અને તેનો પરિવાર માણી રહ્યો છે. આલિયા ભટ્ટ આ વચ્ચે સતત તેની ફિલ્મનું પ્રમોશન કરી રહી છે અને પોતાના વર્ક કમિટમેન્ટ સાથે જાેડાયેલી વસ્તુઓ પણ પૂરી કરી રહી છે.
Recent Comments