દિલીપભાઈ સંઘાણી સામેના આક્ષેપો પાયાવિહોણા અમરેલી શહેર ભાજપ આકરા પાણીએ.. વિડીયો વિચારોનુ પ્રદર્શન – ભાવેશ સોઢા
સંઘાણી દરેક સમાજમા માન અને સ્થાન ધરાવે છે.
”નવરો નખોદ કાઢ ‘ તે કહેવતને કરજણના નિલેષ પટેલે વિડીયોમા વિચારોનું પ્રદર્શન કરીને ચરિતાર્થ કરી છે સમાજ સેવાના ભેખધારી શ્રીમાન દિલીપભાઈ સંઘાણી અંગે અવિચારી આક્ષેપો કરીને નિલેષ પટેલ એ પોતાની જ માનસીક બિમારી સમાજ સામે રજુ કરી છે તેવો કટાક્ષ અમરેલી શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢાએ પોતાની પ્રતિક્રિયામા આપેલ છે.
સોઢાએ વધુમા જણાવેલ છે કે,દિલીપભાઈ સંઘાણી દરેક સમાજમાં માન અને સ્થાન ધરાવે છે ,પટેલ સમાજ સહિત દરેક સમાજના કલ્યાણ અને વિકાસ માટે કામ કરે છે તેવા લોકપ્રિય આગેવાન સામેના આક્ષેપો હવામા ગોળીબાર જેવા છે. ભાવેશભાઈએ જણાવેલ છે કે દિલીપભાઈ સંઘાણીની ગ્રામ્ય સ્તરેથી શરૂ કરેલ સમાજ સેવાઓ રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ વિસ્તરેલ છે તે સૌ સમાજ જાણે જ છે તેવા સમયે વિડીયોએ ખુદ તમારી જ સંકુચીત માનસીક સ્થિતીની પોલ ખોલી છે , સંઘાણી સામે આક્ષેપો કરવાને બદલે વ્હેલીતકે માનસીક સારવારની જરૂરત છે તેવી ટકોર કરજણના નિલેષ પટેલને અમરેલી શહેર ભાજપ પ્રમુખ એ કરતા અને વિડીયો વાયરલ કરવાની હરકત સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરતા હલચલ મચીજવા પામી છે.
Recent Comments