fbpx
બોલિવૂડ

દિલીપ કુમાર બાઇલિટરલ પ્લ્યૂરલ ઇફ્યૂજન સામે ઝઝૂમી રહ્યા, ઓક્સિજન લેવલમાં પણ આવ્યો ઘટાડો

બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. આ જાણકારી તેમના ટિ્‌વટર એકાઉન્ટ પર આપવામાં આવી છે. તેમના ફેન્સ આ જાણીને થોડા પરેશાન થઇ ગયા છે. હવે તેમના સ્વાસ્થ્યને લઇને હેલ્થ અપડેટ આવ્યું છે. સમાચાર આવી રહ્યા છે કે તેમના ફેફસામાં પાણી ભરાઇ ગયું છે.
દિલીપ કુમાર બાઇલિટરલ પ્લ્યૂરલ ઇફ્યૂજન સામે ઝઝૂમી રહ્યા છે. જેનો અર્થ એ છે કે તેમના ફેફસાં પાણી ભરાઇ ગયું છે. ડોક્ટર્સનું કહેવું છે કે દિલીપ કુમાર અત્યારે વેંટિલેટર પર નથી અને તેમને આઇસીયૂમાં પણ રાખવામાં આવ્યા નથી. અત્યારે તો સ્થિતિ ઠીક છે, પરંતુ ઉંમરને જાેતાં વધુ કહી શકાય નહી.

ડોક્ટરનું કહેવું છે, દિલીપ કુમારને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે કારણ કે તેમનું ઓક્સિજન લેવલ ધટી રહ્યું હતું. પરંતુ તેમની સ્થિતિમાં સુધારો છે. ડોક્ટર્સનું માનવું છે કે જાે તેમને આઇસીયૂમાં રાખવામાં નહી આવે તો તે બે થી ત્રણ દિવસમાં જ ડિસ્ચાર્જ થઇ જશે. દિલીપ કુમાર ગત મહિને પણ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને બે દિવસ બાદ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા.
તે પહેલાં દિલીપ કુમારના ટિ્‌વટર પરથી સાયરા બાનોએ ટ્‌વીટ કરતાં લખ્યું, દિલીપ સાહબને રૂટીન ચેકઅપ માટે નોન કોવિડ પીડી હિંદુજામાં દાખલ કરવામાં આવ્યા છે, તેમને ગત થોડા દિવસોથી શ્વાસ લેવામાં તકલીફ હતી. હિંદુજા હોસ્પિટલમાં ડો. નિતિન ગોખલેની ટીમ તેમની દેખભાળ કરી રહ્યા છે. આ સાથે જ સાયરા બાનોએ ફેન્સને અપીલ કરી હતી કે સાહેબ માટે પ્રાર્થના કરતાં રહીએ અને તમે પણ સુરક્ષિત રહો.

દિલીપ કુમારના ટિ્‌વટર એકાઉન્ટ પરથી પણ તેમને હેલ્થ અપડેટ આપવામાં આવી છે. ટ્‌વીટમાં લખ્યું છે, વોટ્‌સઅપના ફોરવર્ડેડ મેસેજ પર વિશ્વાસ ન કરો. દિલીપ સાહેબની હાલત સ્થિર છે. તમારી દુવાઓ અને પ્રાર્થનાઓ બદલ આભાર. ડોક્ટર્સના અનુસાર તે બે-ત્રણ દિવસમાં ઘરે આવી જશે.

Follow Me:

Related Posts