અમરેલી

દિલીપ સંઘાણીના ઈફકોના ચેરમેન થવા બદલ વિકાસગૃહની બાળાઓને સ્વટેર વિતરણ કરાયું

અશ્વિન સાવલીયા, રાજેશ કાબરીયા, ભાવના ગોંડલીયા, અરૂણા માલાણી સહિત આગેવાનોની ઉપસ્થિત
સામાજીક દાયિત્વ એ સહકારનો જ એક ભાગ છે.
દિલીપ સંઘાણીના હંમેશા સેવા કાર્યમાંથી મળેલ પ્રેરણા : ભાવના ગોંડલીયા

તાજેતરમાં સહકારી નેતા દિલીપભાઈ સંઘાણી દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફકોના ચેરમેન તરીકે કાયદાકીય રીતે ચુંટાયા છે. જે અમરેલી જ નહી પરંતુ સમગ્ર ગુજરાત રાજય માટે ગૌરવવંતી ઘટના છે. ઈતિહાસમાં પહેલી વખત દેશની ટોચની બંને સહકારી સંસ્થાના ચેરમેન કોઈ એક વ્યકિત બન્યા હોય તો એ છે આપણા પનોતા પુત્ર સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી. આજે સમગ્ર દેશનું સહકારી જગત દિલીપ સંઘાણીને અભિનંદન પાઠવી રહયું છે. તેમની આગવી સુઝબુજને કારણે સરકારનું સુત્ર ‘સહકારથી સમૃધ્ધિ’ એ માત્ર સુત્ર જ નહી પણ મંત્ર બનવા જઈ રહયું છે.


અમરેલી ખાતે પણ તેઓનું અલગ અલગ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું, જેમાં શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડીટ અને કન્ઝયુમર્સ કો. ઓપ. સોસાયટી લી. દ્વારા મહિલા વિકાસ ગૃહની તમામ બાળાઓને ગરમ સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે સંસ્થાના ચેરપર્સન ભાવનાબેન ગોંડલીયાએ જણાવ્યું હતું કે શ્રી દિલીપભાઈ સંઘાણી હંમેશા સેવા કાર્યો માટે તત્પર હોય છે. જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની ફી હોય કે પુસ્તકો, મહિલા વિકાસ ગૃહની દિકરીઓના વાલી તરીકેની પણ તમામ ફરજો દિલીપભાઈ સંઘાણી તેમજ સમગ્ર પરિવાર સુપેરે નિભાવે છે, ત્યારે સેવાના અભિગમથી અમારી સંસ્થા દ્વારા ‘હરખની હેલી’ ને બાળાઓ સાથે અભિવ્યકત કરી હતી.
આ તકે અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા, જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ કાબરીયા, શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટીના ચેરપર્સન અને રાષ્ટ્રિય મહિલા સહકારી આગેવાન કુ. ભાવના ગોંડલીયા,

મહિલા વિકાસ મંડળના પ્રમુખ અરૂણાબેન માલાણી, શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટીના ઉપપ્રમુખ ભારતીબેન પટેલ, જિલ્લા ભાજપના મંત્રી રેખાબેન માવદીયા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ ગીતાબેન બાવીસી, નિધીબેન સાવલીયા, અમરેલી તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નીતાબેન ચત્રોલા, મીનાબેન ગોહિલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અલ્કાબેન ગોંડલીયા, રેખાબેન પરમાર, શ્રૃતિ કોટડીયા, કૃપાલી સાવલીયા, જીનલ નાકરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
લાભાર્થી તમામ બાળાઓએ દિલીપભાઈ સંઘાણીના સ્વસ્થ દિર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના સાથે શુભકામના પાઠવી હતી.

Related Posts