fbpx
અમરેલી

દિલીપ સંઘાણીનો સમાવેશ ટેકાના ભાવો નક્કી કરવા અંગેની કેન્દ્ર સરકારની અતિ મહત્વની સમિતિમા દિલીપ સંઘાણીનો સમાવેશ

કેન્દ્ર સરકાર દ્રારા ઓછા ખર્ચ આધારીત ખેતિને પ્રોત્સાહન અને વિભિન્ન ખેત ઉત્પાદન નવિનિકરણ માટેની યોજના તળેની ખેતિપેદાશોના ટેકાના ભાવો નક્કી કરવા માટેની પૂર્વ કૃષી સચિવ સંજય અગ્રવાલના અધ્યક્ષ તળેની એક મહત્વપૂર્ણ સમિતિની રચનામા આવી છે જેમા રાષ્ટ્રિય સહકારી આગેવાન, ઈફકોના ચેરમેન અને પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણીની નિમણૂંક કરવામા આવતા ખુશીનો માહોલ સર્જાયો છે.

આ મહત્વપૂર્ણ સમિતિમા કેન્દ્ર–રાજય સરકારના અર્થશાસ્ત્રીઓ, કૃષી તજજ્ઞો, સહકાર–કૃષી વિભાગ અધિકારીગણ સીવાય અન્ય કોઈને સ્થાન મળતુ ન હોય તેવા સમયે સંઘાણીની નિમણૂંક સૂચક ગણી શકાય. કિસાન–સહકારી નેતા તરીકે ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીની નિમણૂંક કેન્દ્ર સરકાર દ્રારા કરવામા આવી છે. ઓછા ખર્ચની ખેતિ અને સારૂ વળતર ખેડૂત મેળવી શકે તે માટે સહકારીતાના માધ્યમથી સંઘાણી સતત પ્રયત્નશીલ છે તેવા સમયે દિલીપ સંઘાણીના સમાવેશ તળેની કેન્દ્રીય સમિતિની રચનાએ અમરેલી જીલ્લા સહિત સમગ્ર રાજયમાં સહકારી ક્ષેત્રે ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

Follow Me:

Related Posts