દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે ભાવનગર રેંજ આઈ.જી.અશોકકુમારની અધ્યક્ષતામાં E એફ.આઈ.આર. એપ અંગેની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો
રાજ્ય સરકાર દ્વારા મોબાઈલ ચોરી અને વાહન ચોરીના કેસોમાં ફરિયાદીને સરળતા મળે તેવા આશયને સાર્થક કરવા અમરેલી ખાતે દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે ભાવનગર રેંજ આઈ.જી.અશોકકુમારની અધ્યક્ષતામાં E એફ.આઈ.આર. એપ અંગેની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો જેમા મોટી સંખ્યામાં અમરેલીના પ્રબુદ્ધ નાગરિકો, સિનિયર સિટીઝનો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ હકડેઠઠ જનમેંદની વચ્ચે આઈ જી.એ E એફ.આઈ.આર. એપ અંગે વિસ્તૃત સમજણ આપેલ હતી ને ઘરે બેઠા લોકો પોતાના વાહન અને મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી શકે ને સરકાર પ્રજાને વાહનચોરી અને મોબાઈલ ચોરીમાં પોલીસ મથક સુધી જવું ન પડે તે માટે E એફ.આઈ.આર. એપ અંગે વધુ ને વધુ જાગૃતિ ફેલાવવાના આશયથી ભાવનગર રેંજ આઈ.જી.અશોકકુમારએ વિસ્તૃત સમજણ આપી હતી
Recent Comments