જાણીતા કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવ છેલ્લા ૨૦ દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાર્ટ એટેક આવ્યા બાદથી એટલે કે ૧૦મી ઓગસ્ટથી તેઓ દિલ્લી એઈમ્સમાં તબીબોના નિરીક્ષણ હેઠળ છે. જાે કે હજુ રાજુની હાલત ક્રિટિકલ છે. ગયા સપ્તાહે જ રાજુને વેન્ટિલેટર પરથી દૂર કરાયા હતા. જાે કે એવા અહેવાલ છે કે રાજુને ફરી વેન્ટિલેટર પર લઈ જવાયા છે. રાજુની તબિયત અંગે મોટું અપડેટ આવ્યું છે. રાજુ શ્રીવાસ્તવના પીઆરઓ ગરવિત નારંગનું કહેવું છે કે- રાજુને ફરી વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે. વધુ તાવને કારણે તબીબોએ આ ર્નિણય લીધો છે. જાે કે સારી વાત એ છે કે રાજુ ભાનમાં છે અને પહેલાની સરખામણીમાં તેમનું શરીર વધુ સક્રિય છે. તેમ છતા રાજુની હાલત ક્રિટિકલ છે. એક સપ્તાહ પહેલા જ રાજુ ભાનમાં આવ્યા હતા.
આ અંગેની માહિતી તેમના નજીકના મિત્ર અને કોમેડિયન સુનિલ પાલે આપી હતી. હાલ તો રાજુની તબિયત અંગે તેમના ફેન્સમાં ચિંતાનો માહોલ છે. ફેન્સ સતત તેમના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. ૧૦ ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ દરમિયાન રાજુ શ્રીવાસ્તવ અચાનક બેભાન થઈને પડી ગયા હતા, ત્યારબાદ તેમને દિલ્લી એઈમ્સમાં લઈ જવાયા હતા. જ્યાં તાત્કાલિક ધોરણે તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, તેમ છતા તેમની સ્થિતિમાં કોઈ સુધારો જાેવા ન મળ્યો. રાજુના શ્રીવાસ્તવના દિમાગે કામ કરવાનું પણ છોડી દીધું હતું અને તેમને સતત લાઈફ સપોર્ટ પર રાખવાની ફરજ પડી. જાે કે થોડા દિવસ અગાઉ રાજુના શરીરમાં હલનચલન જાેવા મળતા તેમને વેન્ટિલેટર પરથી હટાવી લેવાયા હતા. જાે કે હવે વધુ તાવને કારણે તેમને ફરી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
Recent Comments