દેશની રાજધાની નવી દિલ્લીથી લઈને ગુજરાત સુધી વરસાદ હવે મોટી આફત બની ગયો છે. એકબાજુ જ્યાં દિલ્લી-એનસીઆરમાં વરસાદે ઓફિસ જનારા લોકોને પરેશાન કર્યા તો ગુજરાતમાં વરસાદ અને પૂરે હાહાકાર મચાવી દીધો છે અનેક રાજ્યોમાં અનરાધાર વરસાદ બાદ નદીઓ ગાંડીતૂર બનતાં લોકોની જિંદગી પર બ્રેક લાગી ગઈ છે. દેશની રાજધાનીથી લઈને ગુજરાત સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ઓગસ્ટમાં અનરાધાર વરસાદના કારણે અનેક રાજ્યોમાં ૧૦૦ ટકાથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે અને હજુપણ વરસાદ ચાલુ રહેતાં લોકો પોતાના ઘરની અંદર કેદ થઈ ગયા છે, નવી દિલ્લીના અનેક વિસ્તારમાં ઝમાઝમ વરસાદ થયો અને રસ્તા પર પાણીનો જમાવડો થયો. જેના કારણે હંમેશાની જેમ રસ્તા પર વાહનોની લાંબી-લાંબી લાઈન જાેવા મળી. સવારે નોકરીએ જવા માટે નીકળેલા લોકો હેરાન-પરેશાન થઈ ગયા
રાજસ્થાનના અજમેર શહેરમાં પરિસ્થિતિ વિકટ બની. અહીંયા ભારે વરસાદના કારણે ભરાયેલું પાણી હજુ પણ ઉતર્યુ નથી..રસ્તા પર પાણીનું સામ્રાજ્ય હોવાથી વાહનચાલકો અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં પણ એટલો વરસાદ નથી પડ્યો પરંતુ ઉપરવાસમાં થઈ રહેલાં વરસાદના કારણે નદીઓ બેકાંઠે વહી રહી છે. જેના કારણે ગોરખપુર હોય કે રાયબરેલી. વારાણસી હોય કે પ્રયાગરાજ. દરેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે. જેણે જનજીવન પર મોટી બ્રેક લગાવી દીધી છે.. જાેકે રાહતની વાત એ છે કે ૨થી ૩ દિવસમાં નદીનું પાણી ઘટી જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. કર્ણાટકના કલબુર્ગીમાં વિકટ બની છે સ્થિતિ. અહીંયા દેવલ ગંગાપુર ગામ પાસે ભીમા નદી ગાંડીતૂર બની છે. જેના કારણ બ્રિજ ઉપરથી પાણી વહેવા લાગ્યું છે. નદીના જળસ્તરમાં સતત થઈ રહેલા વધારાથી બ્રિજ પરથી અવરજવર બંધ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે તે રાજ્યના લોકોએ જળતાંડવનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
Recent Comments